ગુજરાત

શિવાલય જેમ દેહાલય ને રોગાલય ન બનાવો. બ્રહ્મવાદીની  પૂજ્ય હેતલ દીદી પવિત્ર શ્રાવણ માસમાં વાસુરણા ખાતે યોજાયો                                 ‘પંચ દિવસીય એડવાન્સ ધ્યાન સાધના શિબિર’

શ્રી શ્રી રવિશંકરજી પ્રેરિત આર્ટ ઓફ લિવિંગના યોગ શિક્ષક શ્રી યોગેશભાઈ શેલર દ્વારા પાંચ દિવસ શિબિરની તાલીમ અપાય. દરમિયાન ‘તેજસ્વિની સંસ્કૃતિ ધામ’ના સંસ્થાપક બ્રહ્મવાદીની પૂ. હેતલ દીદીએ સત્સંગ દરમિયાન “મલિન મન ક્યારેય પણ ઈશ્વરમાં લીન થઈ શકતું નથી”                              ઉપવાસ દ્વારા તનની શુદ્ધિ સાથે સાધનાથીમનની શુદ્ધિ પણ અતિ મહત્વપૂર્ણ એ  છે કે  ‘શ્રાવણ મહિનામા જેટલુ શિવાલયનુ મહત્વ છે એટલુ જ આ દેહાલયનુ પણ છે. આ દેહ જ દેવાલય છે, શિવાલય છે. એને રોગાલય ન બનાવવુ હોય તો જીવન સાધના ખૂબ જરૂરી છે સાત્વિક આહાર, સંતુલિત વિચાર, સફળ જીવનશૈલીની વ્યવહારિક તેમજ પ્રાયોગિક સમજણ આપતા બ્રહ્મ વાદીની પૂજ્ય હેતલ દીદી વિશિષ્ટ પ્રતિભા શ્રી યોગેશભાઈ તથા શ્રી એકનાથજી દ્વારા તન, મન અને વિચારોનું શુદ્ધિકરણ ધ્યાન કરાવાયુ. દૂર સદૂર મહારાષ્ટ્ર અને ગુજરાતથી આવેલા સાધકોએ ચિંતામુક્ત, અવસાદમુક્ત થવાની અનુભૂતિ કરી હતી.પ્રકૃતિના સાનિધ્યમા તેજસ્વીની સંસ્કૃતિ ધામમા યુવાનો માટે આગામી શિબિર યોજવાનુ પણ આયોજન કરાયુ હતુ કાર્યક્રમને સફળ બનાવવા માટે તેજસ્વી સંસ્કૃતિ ધામ સેવક સમુદાય પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરાય હતી

Related Posts