અમરેલી ડો.કલામ ઇનોવેટીવ સ્કૂલએ હાર્વડ બુક ઓફ લંડનમાં સ્થાન પામી વર્લ્ડ રેકોર્ડ સર્જયો..
૧૩-૧૪ વર્ષના વિધાર્થીઓને કમાવાની તક આપતી દુનિયાની એકમાત્ર સ્કૂલ બની..
ડો.કલામ ઈનોવેટીવ સ્કૂલ જેમનું નામ જ ઈનોવેશનનું પ્રતીક છે એ શાળાને હાર્વડ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ લંડનમાં સ્થાન પ્રાપ્ત થયું.શાળામાં કાર્યરત સ્ટાર્ટ અપ સ્ટુડિયો જેની અંદર વિધાર્થીઓ જાતે શીખીને કમાણી કરી રહ્યા છે. શાળા ખાતે ચાલતા કલામ યુથ સેન્ટરના સ્ટાર્ટ અપ સ્ટુડિયોના કોન્સેપ્ટને હાર્વડ બુક ઓફ લંડન વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે.
આ આંતરાષ્ટ્રીય વર્લ્ડ રેકોર્ડ મળવાની સાથે જ કલામ ઈનોવેટીવ સ્કૂલ સમગ્ર દુનિયાની એકમાત્ર સ્કૂલ બની ગઈ છે જ્યાં ૧૩-૧૪ વર્ષના વિધાર્થીઓને કમાણીની આગવી તક મળી રહી છે.
અમરેલી જેવા સમાન્ય શહેરને લંડનની હાર્વડ બુક દ્વારા આ આંતરાષ્ટ્રીય વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત થયો જે સમગ્ર ગુજરાત અને અમરેલી માટે ગૌરવની વાત છે.
શાળાની અંદર કાર્યરત સ્ટાર્ટ અપ સ્ટૂડિયોની અંદર વિધાર્થીઓ શાળાના ફ્રી સમયમાં કામ કરે અને જે પણ કમાણી થાય તેઓ પોતે લઈ જાય અને પોતાની ફી જાતે ભરે અને પોતાના માતા-પિતાને આર્થિક સહયોગ કરે.
શાળાની સમાન્ય એવી ફી ભરવા માટે એક પિતાએ પોતાનું બાઈક વેચી દીધું અને ફી ભરી અન્ય કોઈ વાલીને આવું ન કરવું પડે માટે વિધાર્થીઓ જ જાતે કમાતા થાય તેવી વ્યવસ્થા શાળા દ્વારા કરવામાં આવી.
શાળા દ્વારા કહેવામાં આવ્યું કે ખરેખર અમને દુનિયાની એકમાત્ર શાળા બનાવનાર અમારા વિધાર્થીઓ અને વાલીઓ છે.શાળા દ્વારા આ વર્લ્ડ રેકોર્ડ વિધાર્થીઓ અને વાલીઓને સમર્પિત કરાયો હતો.
Recent Comments