ડો કાનાબાર નું ટ્વીટ. સાચું કહેવામાં શરમ શાની ? રેતી ચોરી દારૂ જેવી બાબતો માં સત્તાધારી પક્ષ ના આગેવાનો અને તંત્ર કેમ ચૂપ છે ?
અમરેલીમાં રેતીની ચોરી બેફામ ચાલી રહી છે તેની સામાન્ય લોકોને પણ ખબર છે પણ ભોળા એવા ખાણ-ખનીજ ખાતાના અધિકારીઓ અને પોલીસ તંત્રને ખબર નથી !દારૂ બાબતમાં તો અમરેલીના લોકોએ અને મીડિયાએ તો અવાજ ઉઠાવવાનું પણ બંધ કરી દીધું છે કારણ કે કહેવું કોને ? અમરેલીના ચૂંટાયેલ પ્રતિનિધિઓ પણ આ બધી બાબતોમાં શું કામ ચૂપ છે?અખબારી અહેવાલ પછી એક દિવસના વિરામ બાદ રેત ચોરોને પોલીસની લીલી ઝંડી અમરેલીમાં ગીફટ આર્ટિકલના શોરૂમમાંથી રેતીના પોણા બે કરોડના હપ્તાનો વહિવટ ! વચેટીયા વહિવટદારને ત્યાં આખો દિવસ જુદા- જુદા પોલીસકર્મીઓની અવરજવરખાધ પુરવા આજે વધુ માત્રામા ડમ્પર દોડયા હતા.સમગ્ર અમરેલી જિલ્લામાં રેતીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. અને ઉપરથી નીચે સુધી ભ્રષ્ટ તંત્ર ભાગ બટાઈ કરી રહ્યું છે. પોણા બે કરોડના હપ્તાનો આ સમગ્ર વહિવટ શહેરની મુખ્ય બજારમા એક ગીફટ આર્ટિકલના શોરૂમમાથી ચાલી રહ્યો છે. જે શોરૂમમા રોજેરોજ પોલીસના વહિવટદારો ધામા નાખીને બેસે છે.
બાદ ગાવડકા પંથકમા એક દિવસ સુધી રેતીનો કાળો કારોબાર બંધ રહ્યો હતો. જો કે આ બે નંબરીના ધંધામાંથી તગડી આવક થતી હોય અને ઉપરથી નીચે સુધી સૌની ભાગ બટાઈ થતી હોય નાણાની લાલચમા માત્ર ચોવીસ કલાકમા જ પોલીસની લીલી ઝંડી મળતા ફરી રેતીનો કાળો પોલીસ અને ખાણ ખનીજ વિભાગ રેત માફિયાઓ પાસેથી સંયુક્ત રીતે હપ્તાખોરી કરી રહ્યું છે. જેને પરમીશન અપાઈ છે તેની પાસેથી ખાણ ખનીજ વિભાગે કશુ લેવાનુ હોતુ નથી. કારણ કે તેના ભાગના નાણાં પોલીસ જ વસુલે છે અને બાદમા ખાણ ખનીજ સુધી પહોંચાડે છે. પોલીસ કર્મીઓ પણ રેત ચોરો પાસેથી આ રકમ હાથોહાથ લેતા નથી બલકે શહેરમા ટાવર તરફ જતી બજારમા એક ગીફ્ટ આર્ટિકલના શોરૂમમાથી તમામ વહિવટ ચલાવાય છે. આ વચેટીયા વહિવટદારને ત્યાં આખો દિવસ જુદાજુદા પોલીસકર્મીઓની અવરજવર રહે છે. ગાડીઓ પણ કલાકો સુધી શોરૂમની બહાર પડી રહે છે અને શોરૂમના માલિક પર ભાજપ આગેવાનોના ચાર હાથ હોવાનુ કહેવાય છે.ત્યારે આવી અનિષ્ટ પ્રવૃત્તિ ઉપર સત્ય કહેવાના ના હિમાયતી ડો ભરત કનાબારે ટ્વીટ કર્યું સત્તાધારી પક્ષ ના સંગઠન હોવા છતાં ખોટું થતું હોય ત્યારે કોઈપણ ની સાડીબાર ન રાખતા ડો કાનાબાર નું ટ્વીટ સોશ્યલ મીડિયા માં વાયરલ થઈ રહ્યું છે
Recent Comments