અમરેલી

સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ને ૨૫ લાખ ની સહાય કરતા ડો મનોજ મહેતા

ટીમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ને ૨૫ લાખ ની સહાય માટે સંકલ્પ કરતા નિષ્ણાંત કેન્સર સર્જન સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલની નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવાઓથી પ્રભાવિત રાજકોટ સ્થિત સૌરાષ્ટ્રનાં સૌપ્રથમ કેન્સર સર્જન કે જેમણે છ હજારથી વધુ કેન્સરનાં મેજર ઓપરેશનો વિનામૂલ્યે કરીને સેવાનું એક ઉમદા ઉદાહરણ પુરૂ પાડેલ છે તેવા ડો. મનોજ મહેતા સાહેબ અને તેઓ શ્રીનાં મુંબઈ સ્થિત સબંધી (સાળાશ્રી) શ્રી રાજનભાઇ મથુરિયા તા.૧૬:૭,૨૫ નાં રોજ હોસ્પિટલની બીજી વખત શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. હોસ્પિટલ સંચાલિત ગુરુકૃપા અન્નક્ષેત્રનાં ભોજનાર્થીઓ માટે રૂા.૨૫,૦૦,૦૦૦/- અંકે રૂપિયા પચ્ચીસ લાખ પુરા નાં અનુદાન આપવાનો સંકલ્પ તેઓશ્રીનાં વિશ્વાસુ અને હોસ્પિટલનાં વહીવટકર્તા ટ્રસ્ટીશ્રી બી.એલ.રાજપરાને કરેલ તે રકમ બેંક ખાતામાં ટ્રાન્સફર કરીને ચુકતે જમા રકમ આવી ગયેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ દાતાશ્રી દ્વારા એપ્રિલ-૨૦૨૫ માં રૂા.૧૧ લાખનું અનુદાન પ્રાપ્ત થયેલ છે.હોસ્પિટલ ટ્રસ્ટીમંડળે ઉદારદિલ દાતાશ્રીનો આભાર માનેલ છે.

Related Posts