ડૉ. મનસુખ માંડવિયા દત્તોપંત ઠેંગડી નેશનલ બોર્ડ ફોર વર્કર્સ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટની ૮૪મી વાર્ષિક સામાન્ય સભાની અધ્યક્ષતા કરશે

કેન્દ્રીય શ્રમ અને રોજગાર અને યુવા બાબતો અને રમતગમત મંત્રી, ડૉ. મનસુખ માંડવિયા, આવતીકાલે નવી દિલ્હીમાં દત્તોપંત ઠેંગડી નેશનલ બોર્ડ ફોર વર્કર્સ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટની ગવર્નિંગ બોડીની ૮૪મી વાર્ષિક સામાન્ય સભાની અધ્યક્ષતા કરશે. આ બેઠકનો ઉદ્દેશ્ય દેશના કાર્યબળ માટે કામદાર શિક્ષણ યોજનાના અસરકારક અમલીકરણ અને સમીક્ષાને સુનિશ્ચિત કરવાનો છે.
આ કાર્યક્રમમાં શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ, વિવિધ મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ, ટ્રેડ યુનિયનોના પ્રતિનિધિઓ અને નોકરીદાતા સંગઠનો હાજરી આપશે.
નવી દિલ્હીમાં મુખ્ય મથક ધરાવતું, બોર્ડ ૧૯૫૮થી તેના ૫૦ પ્રાદેશિક નિર્દેશાલયો દ્વારા દેશભરમાં કામદારોને સશક્ત બનાવી રહ્યું છે. તે સંગઠિત ક્ષેત્રના કામદારો માટે માનવ સંસાધન અને ઔદ્યોગિક વિકાસ પર તાલીમ અને જાગૃતિ કાર્યક્રમો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, સાથે સાથે અસંગઠિત અને ગ્રામીણ કામદારોને સામાજિક સુરક્ષા અને અન્ય વિવિધ શ્રમ કલ્યાણ યોજનાઓ અને કાર્યક્રમો વિશે શિક્ષિત કરે છે.
બદલાતા લેન્ડસ્કેપના પ્રતિભાવમાં, બોર્ડ કામદારોને તાલીમ આપવા અને તેમને વિવિધ મુખ્ય સરકારી યોજનાઓમાં નોંધણી કરાવવા માટે શ્રમિક ચૌપાલ્સ અને જાગૃતિ-સહ-નોંધણી શિબિરોનું આયોજન કરી રહ્યું છે, જેનાથી સીધા લાભો સુનિશ્ચિત થાય છે. વધુમાં, બોર્ડ કામદારોને કૌશલ્ય, પુન: કૌશલ્ય અને અપસ્કીલિંગની તકો પૂરી પાડવા માટે વિવિધ સંસ્થાઓ સાથે સહયોગ કરી રહ્યું છે.
બોર્ડ નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ (દ્ગઝ્રફઈ્) તરફથી એવોર્ડિંગ બોડીનો દરજ્જાે મેળવવાની પ્રક્રિયામાં પણ છે.
Recent Comments