ભાવનગર

મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી સંલગ્ન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સરકારી બી.એડ કોલેજ એન.એસ.એસ. ની વાર્ષિક શિબિર માં શહેરની જાજરમાન સંસ્થાન “શિશુવિહાર” ના ટ્રસ્ટી ડૉ.નાનકભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા

ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગર સંલગ્ન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સરકારી બી.એડ કોલેજ એન.એસ.એસ.ખાસ વાર્ષિક શિબિર અંતર્ગત ભાવનગર જિલ્લા અને શહેરની જાજરમાન સંસ્થા “શિશુવિહાર” સંસ્થાના ટ્રસ્ટી ડૉ.નાનકભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.રાષ્ટ્ર નિર્માણમાં યુવાનો અને શિક્ષક તરીકે મૂલ્ય નિર્વાહ, AI ના આ યુગમાં શિક્ષકની ભૂમિકા,આત્મનિર્ભર ભારત સંદર્ભે સુંદર વક્તવ્ય આપ્યું હતું.આ ઉપરાંત દરેક સ્વયંસેવકોને “શિક્ષણ” નામક પુસ્તક તેમની વ્યવસાયિક સજ્જતાને વધારે સમૃદ્ધ બનાવવા અને સફળ શિક્ષક બનવા માટે ભેટ સ્વરૂપે આપ્યું હતું.સમગ્ર સંચાલન સ્વયં સેવક દીપરાજભાઈ પરિચય સચિનભાઈ દ્વારા આપવામાં આવ્યો હતો. આભાર દર્શન પ્રોગ્રામ ઓફિસર ડૉ.સંજય તલસાણીયા દ્વારા  અને કાર્યક્રમના અંતે રાષ્ટ્ર વંદના દ્વારા પુર્ણાહુતિ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ભવનના પ્રાચાર્ય શ્રી હિરેનભાઈ ભટ્ટ અને અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts