પ્રિન્સિપલ અકાઉન્ટન્ટ જનરલ (A&E) ગુજરાતની કચેરી તેમજ ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓડિટ ઓફ લોકલ
ગવર્નન્સ (iCAL) દ્વારા દ્વિ-આયોજનો યોજાયા હતા જેમાં સ્વચ્છ ભારત મિશન અર્બન ભાવનગરના બ્રાન્ડ એમ્બેસેડર
અને જાણીતા પર્યાવરણ કાર્યકર ડૉ. તેજસ દોશીએ 30 થી વધુ દેશોના પ્રતિનિધિઓને સંબોધ્યા હતા.
21 નવેમ્બર 2025 રાજકોટ ખાતે વેલ્ફેર સેલ દ્વારા ઓડિટ-II કચેરીના રીક્રિયેશનલ દ્વારા વિશેષ સેમિનારનું
આયોજન થયું હતું. જેમાં ડૉ. તેજસ દોશીએ પ્લાસ્ટિક વેસ્ટ ઘટાડવા, પુનઃઉપયોગ, અને અપ્રયોજનિય પ્લાસ્ટિકના
રીસાયક્લિંગ વિષયક પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું. દૈનિક જીવનમાં અમલ કરી શકાય તેવી સરળ ઇકો ફ્રેન્ડલી
ટેવોથી પર્યાવરણ પ્રદૂષણ ઘટાડવાના અસરકારક રસ્તાઓ રજૂ કર્યા હતા.
આ તકે ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓએ તેમના જ્ઞાન અને અનુભવનો નોંધપાત્ર લાભ લીધો હતો.
તેની સાથે આઇકોલ દ્વારા એશિયન ઓર્ગેનાઈઝેશન ઓફ સુપ્રિમ ઓડિટ ઇન્સ્ટિટ્યૂટ (ASOSAI) ની વર્કિંગ ગ્રુપ ઓન
રીઝયુનલ એન્ડ મ્યુનિસિપલ ઓડિટ (WGRMA) માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિષયક આંતરરાષ્ટ્રીય વેબિનારનું
આયોજન થયું હતું. આ વેબિનાર ડાયરેક્ટર જનરલ શ્રી હિમાંશુ ધર્મદેશીની અધ્યક્ષતામાં યોજાયો હતો. ડૉ. તેજસ
દોશીએ “કોમ્યુનિટી ડ્રિવન ઈનીસીએટીવ ઈન પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ” વિષય ઉપર ગેસ્ટ સ્પીકર તરીકે પ્રવચન
આપ્યું હતું.
આ વેબિનાર એશિયન ઓર્ગેનાઈઝેશન ઓફ સુપ્રિમ ઓડિટ ઇન્સ્ટિટ્યૂટ (ASOSAI) હેઠળ રચાયેલ વર્કિંગ ગ્રુપ
ઓન રીઝયુનલ એન્ડ મ્યુનિસિપલ ઓડિટ (WGRMA)ના સભ્ય દેશોના પ્રતિનિધિઓ માટે યોજાયો હતો. જેમાં 30થી
વધુ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
ડૉ. તેજસ દોશીએ ભાવનગરમાં ચાલતા ઝીરો પ્લાસ્ટિક વેસ્ટ મોડલ, નાગરિક સહભાગિતાના પ્રયોગો, ડોન્ટ
યુસ ટીસ્યુ પેપર, ઇકો બ્રિક્સ, નો હોકિગ, કોટન બેગ મૂવમેન્ટ જેવા સમુદાય આધારિત પ્રોજેક્ટ્સ વિશે આંતરરાષ્ટ્રીય
પ્રતિનિધિઓને વિગતવાર સમજણ આપી હતી.
ભાવનગર ઝીરો પ્લાસ્ટિક ઝોન બનાવવા નાગરિકોની સક્રિય ભાગીદારી શાળા–કૉલેજો અને યુવા વર્ગને
જોડવાના નવીન પ્રયત્નો, પ્લાસ્ટિક મેનેજમેન્ટમાં વ્યક્તિગત જવાબદારી અને સમુદાયની ભૂમિકા શહેર સ્તરે લો કોસ્ટ
હાઈ ઇમ્પેક્ટ વેસ્ટ મેનેજમેન્ટ મોડલ વિષય પરના પ્રેરણાદાયક સત્રને આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ વખાણ મળ્યા તથા
વિવિધ દેશોના પ્રતિનિધિઓએ ભાવનગર મોડેલને રેપ્લિકેબલ એન્ડ સ્કેલેબલ મોડેલ તરીકે બિરદાવ્યું હતું.
iCAL અને CAGના અધિકારીઓએ ડૉ. તેજસ દોશીના સતત કાર્ય અને પરિવર્તનકારી પહેલોની પ્રશંસા
કરતાં જણાવ્યું કે,, “ડૉ. દોશી સાચા પરિવર્તનકર્તા છે, જે ભાવનગરને ઝીરો પ્લાસ્ટિક વેસ્ટ તરફ દોરી રહ્યા છે.”
ડાયરેક્ટર જનરલ શ્રી.હિમાંશુ ધર્મદર્શીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમો પર્યાવરણ સંરક્ષણ માટે
સાકારાત્મક સંદેશ સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયા. આ સાથે આ કાર્યક્રમ માં CEPT ના મર્સી સેમ્યુલ, SBM ના પૂર્વ
અધિકારી ઈલેશ વાઘેલા, રાજેસ્થાન બેરફુટ કોલેજના CEO સૌમ્યા કિડાંબી પણ પોતાના વિચારો રજુ કર્યા હતા.




















Recent Comments