ગુજરાત

રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં આવેલી યુનિકેર હોસ્પિટલના ડો. જીગીશ દોશી વિરૂદ્ધ બે્‌દરકારી મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો

ડોક્ટરે તેના ડાબા પગની સાથે જમણા પગમાં ઓપરેશન કરી દીધું હતું. રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં આવેલી યુનિકેર હોસ્પિટલના ડો. જીગીશ દોશી વિરૂદ્ધ બે્‌દરકારી મામલે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. સપના પટોડીયા નામની યુવતીએ ફરિયાદમાં જણાવ્યું કે, ડોક્ટરે તેના ડાબા પગની સાથે જમણા પગમાં ઓપરેશન કરી દીધું હતું. રાજકોટ શહેરમાં નાગેશ્વર વિસ્તારમાં આવેલી યુનિકેર હોસ્પિટલમાં દોઢ મહિના અગાઉ જૂનાગઢની સપના પટોડીયા નામની યુવતીએ એપ્રિલ ૨૦૨૪માં ડાબા પગમાં તકલીફ હોવાના કારણે ડોક્ટર જીગીશ દોશી સામે આઈપીસી કલમ ૩૩૮ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં યુવતીએ જણાવ્યું કે તેને એપ્રિલ ૨૦૨૪ માં તેના ડાબા પગના ઓપરેશનની સાથે તેના જમણા પગનું પણ ઓપરેશન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના એડમિન કાર્તિક શેઠે જણાવ્યું હતું કે, દર્દીને ડાબા પગમાં તકલીફ હોવાના કારણે અમે દાખલ કરી હતી. રિપોર્ટ બાદ બંને પગમાં તકલીફ હોવાનું સામે આવ્યું હતું. જે તે સમયે દર્દી તેમજ તેના સગાને સમજાવટ કર્યા બાદ જ અમારા દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું. જમણા પગમાં પણ તકલીફ હોવાના કારણે દર્દી તેમજ તેમના પરિજનો સાથે વાતચીત કરી ઓપરેશન કરવામાં આવ્યું હતું. જે સમયે દર્દીનો ઓપરેશન કરાયું ત્યારે કોઈપણ પ્રકારની ફરિયાદ તેમના દ્વારા કરવામાં નહોતી આવી. જાેકે, ઓપરેશનના દોઢ મહિના પછી દર્દીએ પોલીસ ફરિયાદ કરી હતી. કાર્તિક શેઠ જણાવે છે કે, દોઢ મહિના સુધી દર્દી રેગ્યુલર તપાસમાં પણ આવતા હતા. આ દરમિયાન દર્દી કે તેના પરિજનોએ કોઈ તકલીફની વાત કરી નહોતી. સગાની સહી પણ લેવામાં આવી હતી. તો દર્દીએ આમ અચાનક ફરિયાદ નોંધાવતા હોસ્પિટલ અને તબીબની કામગીરી અંગે સવાલો ઊભા થયા છે.

Related Posts