ભારત સમયની સાથે સંરક્ષણ ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહ્યું છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડ્ઢઇર્ડ્ઢં) એ ૧૬ નવેમ્બર ૨૦૨૪ ના રોજ ઓડિશાના દરિયાકાંઠે ડૉ એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી તેની લાંબા અંતરની હાયપરસોનિક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે દેશના પ્રથમ લાંબા અંતરના હાઇપરસોનિક મિશનના સફળ ઉડાન પરીક્ષણ માટે ડ્ઢઇર્ડ્ઢં, સશસ્ત્ર દળો અને ઉદ્યોગને અભિનંદન પાઠવ્યા છે. આ અવસર પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે સોશિયલ મીડિયા હેન્ડલ ઠ પર પોસ્ટ કરીને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે કહ્યું કે, ભારતે ઓડિશાના દરિયાકાંઠે આવેલા ડૉ એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી લાંબા અંતરની હાયપરસોનિક મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ એક ઐતિહાસિક ક્ષણ છે. તેમણે વધુમાં કહ્યું કે, આ સિદ્ધિએ આપણા દેશને તે દેશોની બરાબરી પર લાવી દીધો છે, જેમની પાસે આટલી મહત્વપૂર્ણ અને આધુનિક સૈન્ય તકનીક છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ સિદ્ધિને ઐતિહાસિક ગણાવી છે. આ હાઇપરસોનિક મિસાઇલને ભારતીય સશસ્ત્ર દળોની તમામ સેવાઓ માટે ૧૫૦૦ કિમીથી વધુની રેન્જમાં વિવિધ પેલોડ વહન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે આ મિસાઈલને ડો. એપીજે અબ્દુલ કલામ મિસાઈલ કોમ્પ્લેક્સ, હૈદરાબાદની પ્રયોગશાળાઓ અને અન્ય વિવિધ ડ્ઢઇર્ડ્ઢં પ્રયોગશાળાઓ અને ઉદ્યોગ ભાગીદારો દ્વારા સ્વદેશી રીતે વિકસાવવામાં આવી છે. ડ્ઢઇર્ડ્ઢં અને સશસ્ત્ર દળોના વરિષ્ઠ વૈજ્ઞાનિકોની હાજરીમાં ફ્લાઇટ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ડ્ઢઇર્ડ્ઢં દ્વારા આ અભૂતપૂર્વ સિદ્ધિ અદ્યતન હાઇપરસોનિક મિસાઇલ ટેક્નોલોજી ધરાવતા દેશોના પસંદગીના જૂથમાં ભારતની સ્થિતિને મજબૂત બનાવે છે. આ મિસાઇલ ભારતની વધતી જતી આર્ત્મનિભરતા અને “મેક ઇન ઇન્ડિયા” પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. વિશેષતા વિષે તમને જણાવી દઈએ કે, હાઈપરસોનિક મિસાઈલની વિશેષતા એ છે કે તેઓ ૫ મેક એટલે કે ૬૧૭૪ કિમી/કલાકથી વધુ ઝડપે મુસાફરી કરવાની ક્ષમતા ધરાવે છે, જે તેને શોધવા અને રોકવા માટે અત્યંત પડકારજનક બનાવે છે. આ મિસાઈલનું સફળ પરીક્ષણ અત્યાધુનિક સૈન્ય ટેક્નોલોજી, તેની વ્યૂહાત્મક પ્રતિરોધક ક્ષમતા અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવામાં ભારતની વધતી જતી ક્ષમતાઓને રેખાંકિત કરે છે.
Recent Comments