અમરેલી એ.આર.ટી.ઓ દ્વારા જાન્યુઆરી ૨૦૨૬ માસ દરમિયાન જિલ્લામાં હેલ્મેટ, સીટ બેલ્ટ, રીફ્લેક્ટર, પી.યુ.સી, ફેન્સી નંબર પ્લેટ, નંબર પ્લેટ વગરના વાહન, હાઇબીમ લાઇટ સહિતની બાબતોને લઈને જનજાગૃત્તિ પ્રસરાવવામાં આવશે. સ્કૂલ કોલેજ કક્ષાએ રોડ સેફ્ટી લગત જનજાગૃત્તિ કાર્યક્રમો યોજાશે. ડ્રાઈવરો માટે આંખ, બ્લડ પ્રેશર, સુગર તપાસ માટે મેડિકલ કેમ્પ યોજાશે. વાહન ચાલકોએ સલામતી માટે મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવો, અતિશય ઝડપે વાહન ચલાવવું નહીં વગેરે બાબતોને લઈને કાળજી રાખવી હિતાવહ છે.
‘શીખ સે સુરક્ષા, ટેક્નોલોજી સે પરિવર્તન’ પહેલ અન્વયે આજરોજ અમરેલી એસ.ટી. બસપોર્ટ ખાતે ડ્રાઈવર્સ અને કંડક્ટરોને રોડ સેફ્ટી વિષયક માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. જેમાં ૬૦ થી ૭૦ જેટલા ડ્રાઈવર્સ-કંડક્ટરોને રોડ સેફ્ટી બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા. લેન ડ્રાઈવીંગ કરવું, નો પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક ન કરવું, નશાનું સેવન ન કરવું, વાહનમાં સ્વચ્છતા રાખવી સહિતની બાબતો વિષયક જનજાગૃત્તિ વધે તેવા સરાહનીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમ અમરેલી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.


















Recent Comments