ભાવનગરના વલ્લભીપુરમાં ઘેલો નદીના બ્રિજ પરનું ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થઈ જતાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ડાયવર્ઝન ધોવાતા ભારે વાહનો માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે.ગુજરાતમાં બે દિવસથી માવઠાની અસર જોવા મળી રહી છે. રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો છે. જેના કારણે નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે. ભાવનગરના વલ્લભીપુરમાં ઘેલો નદીના બ્રિજ પરનું ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થઈ જતાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ડાયવર્ઝન ધોવાતા ભારે વાહનો માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે.ભાવનગરના વલ્લભીપુરમાં ઘેલો નદીમાં ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે પાણીનો પ્રવાહ આવી જવાથી પૂર જેવી સ્થિતિ જોવા મળી છે. નદીમાં પાણી આવી જવાથી ઘેલો નદીના બ્રિજ પરનું ડાયવર્ઝન ધોવાયું છે. જેના કારણે ભારે વાહનો માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા ભારે વાહનો માટે વૈકલ્પિક રૂટની પાણ જાહેરાત કરવામાં આવી છે. અમરેલી અને રાજકોટ તરફના ભારે વાહનોને બરવાળા ડાયવર્ટ કરવામાં આવ્યા છે.રસ્તો બંધ થઈ જતાં વાહન ચાલકોને 30 કિ.મી સુધી ફરીને જવાની નોબત આવી છે. અમદાવાદથી અમરેલી રાજકોટ આવી રહેલા ભારે વાહનોને બરવાળા થઈ ડાયવર્ઝન અપાયું છે. પોલીસ તંત્ર દ્વારા વાહન ચાલકોને રોકી ડાયવર્ઝન રૂટ પર રવાના કરવામાં આવી રહ્યાં છે. રસ્તો બંધ થઈ જતાં વાહન ચાલકોને 30 કિ.મી વધુ ફરીને જવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
રસ્તો બંધ થતાં અમદાવાદથી અમરેલી અને રાજકોટ આવી રહેલા વાહન ચાલકોને બરવાળા ડાયવર્ટ કરાયા

















Recent Comments