શહેરમાં બુલેટમાં મોડીફાઈડ સાયલેન્સરને કારણે ઘોંઘાટમાં વધારો થતો હતો. સોસાયટીઓ અને રોડ પર જ્યારે આ પ્રકારના બુલેટ પસાર થતા હોય છે ત્યારે તેના અવાજથી લોકોને તકલીફ પહોંચતી હોય છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને દર્દીઓને બુલેટનો અવાજ મોટી તકલીફ પહોંચાડતો હોય છે. ત્યારે ટ્રાફિક પોલીસે શહેરમાં કાર્યવાહી કરીને આ પ્રકારનો ઘોંઘાટ કરતા ૧૭૦ જેટલા બુલેટ ચાલકોને પકડ્યા હતાં અને તેમના વાહનમાંથી સાયલેન્સરને જમા કર્યા હતાં.
વડોદરા શહેરમાં બુલેટમાં મોડીફાઈડ સાયલેન્સર લગાવીને ફરતા વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધર હતી. જેમાં પોલીસે ૧૭૦થી વધુ બુલેટ ચાલકોને પકડ્યા હતાં. તેમના વાહનો જપ્ત કર્યા હતાં અને તેના સાયલેન્સરને પોલીસે જમા લીધા હતાં. ત્યાર બાદ કોર્ટના આદેશથી પોલીસે આ સાયલેન્સર પર બુલડોઝર ફેરવી દીધું હતું. ૧૦૮ સાયલેન્સરને બુલડોઝરથી કચડવામાં આવ્યા હતાં. ટ્રાફિક ડીસીપી એમડી વ્યાસે કહ્યુ હતું કે, મોડીફાઈડ સાયલેન્સરથી અવાજ ખૂબ પ્રમાણમાં થાય છે અને તેનાથી વિદ્યાર્થીઓ તથા દર્દીઓને તકલીફ પહોંચે છે.
શહેરમાં બુલેટમાં મોડીફાઈડ સાયલેન્સર લગાવીને ફરતા વાહન ચાલકોને દંડ કરી, કોર્ટના આદેશથી આ સાયલેન્સર પર બુલડોઝર ફેરવી દેવાયુ

Recent Comments