fbpx
ગુજરાત

દારૂના નશામાં પોલીસકર્મીએ ઉભેલી કારને અડફેટે લીધી : બે જણાનો આબાદ બચાવ થયો

નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ કાર ચાલકે અકસ્માત સર્જ્‌યો હતો અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના બનવા પામી છે. જેમાં રૂસ્ઝ્રછ ક્લબથી એસપી રિંગ રોડ તરફ અકસ્માત થયો હતો. અકસ્માતની ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. કાર ચાલક દારૂના નશામાં ધૂત હોવાનો આક્ષેપ થયો હતો. તેમજ નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ કાર ચાલકે અકસ્માત સર્જ્‌યો હતો. અકસ્માત કરનાર પોલીસ કર્મચારી હોવાનો આક્ષેપ થયો છે. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. બે વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. મોડી રાત્રે અકસ્માત કરીને કાર ચાલક કાર મૂકીને ફરાર થયો હતો.

બીજાે એક અકસ્માત પાટણ જીલ્લાનાં શંખેશ્વર ખાતે થયો હતો. માહિતી મુજબ આ ઘટના શંખેશ્વરના જહાજ મંદિર પાસે બની હતી, જ્યાં પુર ઝડપે આવતી સ્કોર્પિઓ કાર રોંગ સાઈડ પર પડેલી ટેમ્પો ટ્રાવેલ્સ સાથે અથડાઇ અને કાર ટેમ્પો ટ્રાવેલ્સ સાથે અથડાતા હવામાં ફંગોળાઈ હતી અને ફંગોળાઈને તે ટેમ્પો ટ્રાવેલ્સના બોનેટ પર ચડી ગઈ. મંદિરે આવેલા લોકોમાં આ ઘટનાને લીધે નાસભાગ થઈ હતી અને અકસ્માત સર્જાયો હતો.કાર હવામાં ફંગોળાતા તેણે મંદિરે આવેલા લોકોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં ૨ લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની રેફરલ હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા હતા જ્યારે ૨ લોકોનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મળતી માહિતી મુજબ મૃત્યુ પામનાર તેમજ ઈજાગ્રસ્ત લોકો તમામ શંખેશ્વરના રહેવાસી હોવાની વાત સામે આવી છે. હાલ પોલીસ ઘટના સ્તહલે પહોંચીને સમગ્ર મામલો હાથે લીધો હતો.

Follow Me:

Related Posts