અમરેલી શહેરમાં લીલીયા રોડ પર એલસી ૨૨ (લીલીયા ફાટક) ખાતે આર.સી.સી બોક્સ બાંધકામને લઈને અહીંથી પસાર થતા હળવા અને ભારે વાહનોએ વૈકલ્પિક રૂટ પરથી પસાર થવાનું રહેશે. આ બાબતે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
વૈકલ્પિક રૂટ મુજબ (૦૧) લીલીયા ચોકડીથી આવતા તમામ વાહનોએ ચક્કરગઢ ચોકડીથી અમરેલી સિટી અંદર, સરદાર ચોકથી ભીડભંજન ચોક પરથી પસાર થવાનું રહેશે. ઉપરાંત (૦૨) અમરેલી સિટી તરફથી લીલીયા રોડ તરફ જતા તમામ વાહનોએ સરદાર ચોકથી સંકુલ રોડ થઈ ચક્કરગઢ રોડ બાયપાસ પરથી પસાર થવાનું રહેશે.
આ જાહેરનામું આગામી તા. ૧૫.૦૨.૨૦૨૬ સુધી અમલમાં રહેશે. હુકમના ભંગ બદલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૧ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

















Recent Comments