અમરેલી કુંકાવાવ વિસ્તારના યુવાન ધારાસભ્ય કૌશિક વેકરિયા દ્વારા સતત મતવિસ્તારના વિવિધ પ્રજાલક્ષી અને ખેડૂતલક્ષી કામો માટે સરકાર કક્ષાએ સતત સફળ રજૂઆતો કરવામાં આવે છે, તેનો વધું એક પુરાવો આજે મળ્યો છે. તેમના અથાક પ્રયત્નો અને સિંચાઈ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાને કરવામાં આવેલી ભારપૂર્વકની રજૂઆતોને લીધે આજે સરકારના નર્મદા જળ સંપતિ પાણીપુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા ખોડિયાર ડેમ ઇરીગેશન સ્કીમના લાઇનિંગ, સ્ટ્રક્ચરીંગ અને મેઇન કેનાલ નવીનીકરણ તથા રિનોવેશનના કામને તેર કરોડ સત્તાવીસ લાખના કામની વહીવટી મંજૂરી મળી છે. આ વહીવટી મંજૂરી આપવા માટે કૌશિક વેકરિયાએ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાનો આભાર માનેલ. આગામી દિવસોમાં આ કેનાલના રિનોવેશન કામનો પ્રારંભ થનાર છે. કેનાલના આ કામનું ફેઝ -૨ કામ પણ આગામી દિવસોમાં મંજૂર થશે એમ કૌશિક વેકરિયાની અખબારી યાદી જણાવે છે.
કૌશિક વેકરિયાના મક્કમ પ્રયત્નોથી ખોડિયાર ડેમ ઇરીગેશન સ્કીમના લાઇનિંગ, સ્ટ્રક્ચરીંગ અને મેઇન કેનાલ નવીનીકરણ તથા રિનોવેશનના કામને તેર કરોડ સત્તાવીસ લાખના કામની વહીવટી મંજૂરી મળી

















Recent Comments