ભાવનગર

મંગળવારે ચંદ્રગ્રહણ હોવાથી ગુરૂઆશ્રમ બગદાણા ખાતે સવારે 6 થી સાંજે 6.30 કલાક સુધી દર્શન બંધ રાખવામાં આવ્યા

સંતશ્રી બજરંગદાસ બાપાના ધામ ગુરૂઆશ્રમ બગદાણા (તા.મહુવા) ખાતે આગામી તા.3/3/2026ને મંગળવારે ચંદ્રગ્રહણ હોવાથી સવારના 6 કલાકથી સાંજના 6.30 કલાક સુધી દર્શન વિભાગ સંપૂર્ણપણે બંધ રહેશે.

ગુરૂઆશ્રમમાં આ દિવસે સવારની મંગલા આરતી સવારે 5 કલાકે થશે. જ્યારે સાંજની સંધ્યા આરતી 7.30 કલાકે થશે. બપોરની રાજભોગ આરતી બંધ રહેશે. 

સાંજની આરતી પછી રાબેતા મુજબ દર્શન લાભ ચાલુ રહેશે.

ફાગણસૂદ પૂનમના રોજ ચંદ્રગ્રહણના લીધે દર્શન સમયમાં આ ફેરફાર કરવામાં આવ્યા છે.

જેની દરેક યાત્રાળુઓ    તેમજ દર્શનાર્થીઓએ નોંધ લેવા ગુરૂઆશ્રમ બગદાણા દ્વારા જણાવાયું છે.

Related Posts