શહેરના નરોડા વિસ્તારમાં ૧૦૮ ઈમરજન્સી સેન્ટર નજીક એકટીવાને ડમ્પર ચાલકે અડફેટે લેવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં બે મહિલાઓના મોત થયા છે. આ બંને મહિલાઓ વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન બંદોબસ્તમાં હતી. આ ઘટનામાં મહિલા પોલીસ કર્મી વિરલબેન રબારી અને તેની સાથે ૧૦૮ સેન્ટરની કર્મચારી હિરલબેન રાજગોરનું આ અકસ્માતમાં મોત થયું છે. ઘટનાની જાણ થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફરજ પરના ડેક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. વિરલબેન રબારી ગાંધીનગર સાયબર સેલમાં હતા, જ્યારે હિરલબેન ૧૦૮ ઇમર્જન્સી સેન્ટરમાં કાર્યરત ફરજ બજાવતા હતા. આ ઘટના મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બંને મહિલાઓ એક્ટિવા પર જઈ રહ્યા હતા તે દરમિયાન બંનેને ટક્કર મારી હતી. બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યો છે.
અકસ્માતના કારણે બંને મહિલાઓને ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન મોત થયા છે. આ ઘટના અંગે જી ડિવિઝન પોલીસ દ્વારા અજાણ્યા ડમ્પર ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે. ડમ્પર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
નરોડામાં ડમ્પર ચાલકે અકસ્માત સર્જયો , બે મહિલા પોલીસકર્મીના થયા મોત, ટ્રક ડ્રાઈવર ની ધરપકડ

Recent Comments