fbpx
ગુજરાત

BZગ્રુપ સામે કાર્યવાહી દરમિયાન, અરવલ્લીમાં બિનવારસી લેપટોપ મળ્યું

ગુજરાતના ૬૦૦૦ કરોડના મ્ઢ ગ્રુપના કૌભાંડને લઈને તપાસનો ધમધમાટ યથાવત છે. જેમ-જેમ તપાસ આગળ વધી રહી છે. તેમ-તેમ નવા રાઝ સામે આવી રહ્યા છે. મ્ઢ ગ્રુપની અલગ-અલગ ઓફિસમાં ઝ્રૈંડ્ઢ ક્રાઈમના દરોડા ચાલુ છે. આ દરમિયાન અરવલ્લીના માલપુરની માણેકકૃપા પ્રાથમિક શાળા નજીકથી એક બિનવારસી લેપટોપ મળી આવ્યુ છે. જે મ્ઢ ગ્રુપનું હોવાની આશંકા સેવાઇ રહી છે. બીઝેડ ગ્રુપ સામે કાર્યવાહી દરમિયાન અરવલ્લી જિલ્લાના માલપુરની માણેકકૃપા પ્રાથમિક શાળા નજીકથી એક લેપટોપ મળ્યું છે. બિનવારસી લેપટોપ મળી આવતા અનેક સવાલો થઇ રહ્યા છે. આ લેપટોપ બીઝેડ ગ્રુપનું હોવાની આશંકા સેવાઇ રહી છે. હાલ તો આ લેપટોપને જપ્ત કરીને તે કોનું છે અને તેમાં રહેલી વિગતો શોધવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

મહત્વનું છે કે અત્યાર સુધીમાં કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની ૫ મોંઘીદાટ કાર જપ્ત કરવામાં આવી છે. સાબરકાંઠામાં જુદી જુદી જગ્યાએથી આ કાર કબજે કરવામાં આવી છે. તો હવે આ કેસની તપાસમાં ઈડ્ઢની એન્ટ્રી નક્કી છે. ઝ્રૈંડ્ઢ ક્રાઈમ આ અંગે ઈડ્ઢને જાણ કરી દીધી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેના પરિવારની સંપતિ અને તેઓના તમામ બેન્ક એકાઉન્ટ પણ સીઝ કરવામાં આવશે, તો બીજી તરફ ઝ્રૈંડ્ઢ ક્રાઈમે મ્ઢ ગ્રુપના ઝ્રછ રુષિત મહેતાના ઘરે પણ તપાસ હાથ ધરી છે. કંપનીના કારનામાનો હિસાબ રાખતા ઝ્રછની તપાસમાં મોટા ખુલાસા થઈ શકે છે. રોકાણકારોને કરોડો રૂપિયાનો ચુનો લગાવનાર ભૂપેન્દ્ર ઝાલા પાસે કરોડો રૂપિયાની સંપત્તિ હોવાનો ખુલાસો થયો છે. અરવલ્લીમાં આરોપીનું ફાર્મ હાઉસ અને જમીન મળી આવી છે. તો આ તરફ તપાસના ધમધમાટ વચ્ચે મ્ઢ ગ્રુપની ઓફિસને તાળા લાગી રહ્યા છે. પાલનપુરની ગઠામણ પાટિયા પાસે આવેલી ઓફિસને તાળા લાગ્યા હતા, તો વડોદરામાં પણ બંધ ઓફિસ જાેવા મળી.

Follow Me:

Related Posts