ગુજરાત

પાંચમાં દિવસનીયાત્રા દરમ્યાન એ.પી.એમ.સી. ચોકડી આંકલાવ ખાતે જાહેર સભામાં માનવ મહેરામણ ઉમટ્યું

•             ભાજપ સરકારની ગુનાહિત બેદરકારીના કારણે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ૨૨ નિર્દોષ લોકોના મોત થયા : શ્રી અમિતભાઈ ચાવડા

•             દૂધ ઉત્પાદન પર MSP જાહેર કરો,હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર દૂધ ઉત્પાદકોને MSP આપી શકે તો ગુજરાતની ડબલ એન્જિન સરકાર કેમ નહીં? : શ્રી અમિતભાઈ ચાવડા

•             મહિસાગર નદીમાંથી કરોડો રૂપિયાની રેતીનું ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે કરોડોનો હપ્તો ગાંધીનગર બેઠેલા નેતાઓ અને અધિકારીઓ ઉઘરાવે છે: શ્રી અમિતભાઈ ચાવડા

•             ભાજપ સરકાર મૂડીપતિઓને સરકારી જમીનો પધરાવી રહી છે : શ્રી અમિતભાઈ ચાવડા

•             ઉદ્યોગપતિ અને મૂડીવાદી લોકોની સરકાર ક્યારેય ગરીબોનું ભલું વિચારી શકે નહીં :

ડૉ. તુષારભાઈ ચૌધરી

જન આક્રોશ યાત્રાના પાંચમાં દિવસની શરૂઆત છાણી બોરસદથી શરૂ કરવામાં આવી ત્યારબાદ યાત્રા અલાસા ચોકડી, ગામ-નિસારયા, કોશીન્દ્રા, એ.પી.એમ.સી. ચોકડી, ખડોલ, રણછોડપુરા, આસોદર ચોકડી, આંકલાવ, વાસદ-ડાકોર રોડ ચોકડી, વાસદ, સત કેવલ ચાર રસ્તા, સરસ, ખંભોળાજ, ઓડ, શીલી, અહીમા, સાવલી તરફ આગળ વધી. યાત્રા દરમિયાન રસ્તામાં સ્થાનિક નાગરિકો દ્વારા ઠેરઠેર  યાત્રાનું ભવ્ય સ્વાગત અને જાહેરસભાઓમાં જનસમર્થન જોવા મળ્યું. પાંચમાં દિવસની યાત્રા દરમ્યાન પાંચમાં દિવસની યાત્રા દરમ્યાન એ.પી.એમ.સી. ચોકડી આંકલાવ ખાતે જાહેર સભામાં માનવ મહેરામણ ઉમટ્યું. અહિમા ખાતે મહિલા સંવાદ દ્વારા મહિલાઓના પ્રશ્નોને વાંચા આપવામાં આવી.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું કે સત્તામાં બેઠેલા લોકોને રાજ્યના નાગરિકોની કોઈ પડી નથી. તેમને માત્ર પોતાના ખિસ્સા ભરવામાં જ રસ છે. તાજેતરમાં ગંભીર બ્રિજ અકસ્માતની ઘટના બની, જેના માટે સંપૂર્ણપણે સરકાર જવાબદાર છે, કારણ કે પુલ જર્જરિત હતો. સરકારને સ્થાનિકોએ અગાઉથી જાણ કરી હતી, છતાં સરકારને લોકોના જીવની ચિંતા ન હતી. આખરે બ્રિજ તૂટ્યો અને અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. છતાં પણ કાર્યવાહીના નામે માત્ર દેખાડો કરવામાં આવ્યો. આટલી ગંભીર બેદરકારીના કારણે લોકોના જીવ ગયા, પરંતુ સરકારના પેટનું પાણી પણ ન હલ્યું.

આ સરકાર વિકાસના નામે ખેડૂતોની જમીનો લઈ લે છે. ખેડૂતોને જમીનના યોગ્ય ભાવ આપવામાં આવતા નથી અને પોતાના મળતિયાં ઉદ્યોગપતિઓને મફતના ભાવે જમીન આપવામાં આવે છે. આંકલાવ તાલુકાના કહાનવાડી ગામમાં આ મૂડીવાદી સરકાર દ્વારા ગ્રામજનોની જાણ વગર બારોબાર 237 વિઘા પડતર જમીન એક સંસ્થાને કોલેજ કરવા માટે મફતના ભાવે આપી દેવામાં આવી છે. આ જમીન અપાવનાર પણ ભાજપના જ લોકો છે. આ મામલે ગ્રામજનો આજે પણ વિરોધ કરી રહ્યા છે અને આ લડત આગામી સમયમાં પણ ચાલુ રહેશે.

વધુમાં ભાજપના રાજમાં ગુજરાતમાં મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. રોજેરોજ દુષ્કર્મ અને લૂંટફાટની ઘટનાઓ સામે આવી રહી છે. રાજ્યમાં બેફામ રીતે દારૂ અને ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે. કાયદો અને વ્યવસ્થાનું નામોનિશાન રહ્યું નથી. આ તમામ માટે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બેઠેલા ગૃહમંત્રી અને મુખ્યમંત્રી જ જવાબદાર છે. પોલીસનું કામ ગુનાખોરી રોકવાનું છે, પરંતુ આ સરકાર પોલીસનો ઉપયોગ ખુદ ગુનાહિત પ્રવૃત્તિઓ માટે કરે છે. મોટાભાગે 2 નંબરના ધંધાઓમાં ખુદ પોલીસના લોકો જ ભાગીદાર હોય છે, ત્યારે કાયદો વ્યવસ્થા કેવી રીતે જળવાશે? કારણ કે રક્ષક જ ભક્ષક બનીને બેઠા છે.

વિધાનસભા વિપક્ષ નેતા ડૉ. તુષારભાઈ ચૌધરીએ જણાવ્યું કે ભાજપ ગરીબોની વેદના ક્યારેય સમજી શકતી નથી, કારણ કે ભાજપ ઉદ્યોગપતિઓની સરકાર છે. કોંગ્રેસના સમયમાં ડીઝલ ₹56, પેટ્રોલ ₹71 અને ગેસનો બાટલો ₹350માં મળતો હતો. ત્યારે ભાજપ રસ્તા પર ઉતરીને વિરોધ કરતી હતી અને તેને મોંઘવારી લાગતી હતી. પરંતુ આજે માત્ર 11 વર્ષના ભાજપના શાસનમાં ડીઝલ ₹90, પેટ્રોલ ₹99 અને ગેસનો બાટલો લગભગ ₹1200 સુધી પહોંચી ગયો છે. ડોલર જે ₹62 હતો તે આજે ₹90 વટાવી ગયો છે.

        ઉપરોક્ત જન આક્રોશ યાત્રામાં AICC ના મંત્રી અને સંગઠન પ્રભારી શ્રી રામકિશન ઓઝાજી, પૂર્વ ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ પરમાર, શ્રી ભીખાભાઈ રબારી, શ્રી લાખાભાઈ ભરવાડ, AICC મંત્રી શ્રી પલકબેન વર્મા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નટવરસિંહ મહીડા, આણંદ જિલ્લા પ્રમુખ અલ્પેશભાઈ પઢિયાર, આણંદ શહેર પ્રમુખ શ્રી મહેશ સોલંકી, આગેવાન શ્રી યુનુસભાઈ મુખી, ડો પ્રકાશ પરમાર, શ્રી વિનુભાઈ સોલંકી, આણંદ જિલ્લા મહિલા પ્રમુખ શ્રીમતી રજનીકુમારી ભૃગુરાજસિંહ ચૌહાણ, ડૉ ઇરફાન રાઠોડ, પ્રવક્તાશ્રી નરેન્દ્ર રાવત, શ્રી નિશાંત રાવલ, જિલ્લા પંચાયત સભ્ય ડૉ. પ્યારેલાલ, મંગળસિંહ સોલંકી, આંકલાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી કમલેશભાઈ જાદવ, આંકલાવ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ પરમાર, શ્રી ઉષાબેન પઢીયાર, શ્રી મહેન્દ્રસિંહ પઢીયાર, શ્રી ફતેસિંહ સોલંકી, શ્રી પ્રતાપસિંહ સોલંકી, શ્રી મનુભાઈ પઢીયાર, શ્રી મનુભાઈ પુનમભાઈ પઢીયાર, શ્રી દિલીપસિંહ લાલસિંહ, શ્રી ધર્મેન્દ્રસિંહ મહિડા, શ્રી વિજયભાઈ પઢીયાર સહિતના આગેવાનશ્રીઓને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..

Related Posts