અમરેલી

મોટરસાઇકલની સિરીઝ માટે અમરેલી એ.આર.ટી.ઓ દ્વારા ઈ-ઓકશન પ્રક્રિયા

 અમરેલી એ.આર.ટી.ઓ. દ્વારા મોટરસાઇકલની નવી સિરીઝ GJ14 BJ  0001 થી 9999 ઈ-ઓકશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ઈ-ઓકશન માટે ઓનલાઈન અરજી તા.૧૧ માર્ચ, ૨૦૨૫ના રોજ સાંજે ૦૪ વાગ્યા થી તા.૧૬ માર્ચ, ૨૦૨૫ના સાંજે ૪ વાગ્યા સુધીમાં થઇ શકશે. બિડિંગ સમયગાળો તા.૧૬ માર્ચ, ૨૦૨૫ સાંજે ૦૪ કલાકથી તા.૧૮ માર્ચ, ૨૦૨૫ સાંજે ૦૪ કલાક સુધી રહેશે. ઈ-ઓકશનનું પરિણામ તા.૧૮ માર્ચ, ૨૦૨૫ એ જાહેર થશે.

 ઓનલાઈન ઈ-ઓકશનમાં ભાગ લેવા માટે અરજદારે http://parivahan.gov.in/parivahan/ પર નોંધણી, યુઝર આઈ.ડી.પાસવર્ડ તૈયાર કરવા અને હરાજી,ચૂકવણું કરવું, વાહન નંબર મેળવવા સહિતની પ્રક્રિયામાં ભાગ લેવાનો રહેશે.

 વાહન ખરીદીના સાત દિવસની અંદર ઓનલાઈન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે. અરજદારે અરજી પ્રક્રિયા પૂર્ણ થયાના પાંચ દિવસમાં નાણા જમા કરાવવા. અરજદાર જો નિયત સમય મર્યાદામાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જાય તો મૂળ ભરેલી રકમને જપ્ત કરી ફરીવાર હરાજી કરવાની રહેશે. આર.બી.આઈ. દ્વારા નક્કી કરવામાં આવેલ દરે ઓનલાઈન ઈ-ઓકશનમાં, અરજદારે ચાર્જ ચૂકવવાનો રહેશે.

 હરાજીની પ્રક્રિયામાં સફળ થયેલા અરજદારને સફળ ગણી બાકીના નાણાં દિન-૫ (પાંચ) માં ભરપાઈ કરવા માટે એસ.એમ.એસ. કે ઈ-મેઈલથી જણાવવામાં આવશે.  હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાના રહેશે એટલે કે નેટ બેંકિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડથી રકમનું ચૂકવણું કર્યું હોય તે જ મોડથી નાણાં અરજદારના એમ.આઈ.એસ.થી સફળ અને નિષ્ફળ વ્યવહારની ખાતરી કરી તે અંગેની જાણ બેંકને કરવી.

ઈ-ઓકશનમાં ભાગ લેવા માટેનો વીડિયો યુ ટ્યુબમાં ઈ-ઓકશન, આર.ટી.ઓ ગુજરાત સર્ચ કરવાથી મેળવી શકાશે. ઈનવોઈસ અથવા વિમાની તારીખ બેમાંથી જે વહેલા હોય તે તારીખથી સાત દિવસ થતા હોય તેવા વાહન માલિકો જ ઓકશનમાં ભાગ લઈ શકશે તેમ, અમરેલી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts