e-FIR ની સુવિધા National Forensic Science Universityના Auditorium ખાતેથી લોન્ચ કરવામાં આવેલ છે
જે e-FIRની સુવિધામાં વાહન ચોરી/મોબાઇલ ફોન ચોરી માટે સિટીઝન પોર્ટલ (https://gujhome.gujarat.gov.in) અથવા સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ મારફતે નાગરીકો e-FIR કરી શકે છે.જેમાં નાગરીકોને પોલીસ સ્ટેશન જવાની જરૂર રહેતી નથી અને માત્ર એક કલીક વડે અરજદાર પોતાની FIR રજીસ્ટર કરાવી શકે છે. જે અનુસંધાને આજરોજ તા.૩૦/૦૭/૨૦૨૨ના રોજ મ્હે. પોલીસ અધિક્ષકશ્રી હિંમકર સિંહ સાહેબ દ્રારા યોગીજી મહિલા કોલેજ-ધારી ખાતે e-FIR અંગે માર્ગદર્શન સેમિનાર યોજાવામાં આવ્યો હતો.
જેમાં કોલેજના વિદ્યાર્થીનીઓ, વેપારી મંડળના અગ્રણીઓ, વિવિધ એસોસિએશનના આગેવાનો, મહિલા મંડળના સભ્યો, પ્રતિષ્ઠિત નાગરિકો અને મીડિયાના રિપોર્ટરો હાજર રહ્યા હતા. આ સેમનારની અંદર મ્હે. પોલીસ અધિક્ષકશ્રી હિંમકર સિંહ સાહેબશ્રીનાઓ દ્રારા e-FIR અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તથા ત્યાર બાદ મેડીકલ કોલેજ વિૅધાર્થીઓને અને નાગરિકો સાથે આ સેમીનાર અંગે વાર્તાલાપ કરવામાં આવેલ.
Recent Comments