વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયા દ્વારા ૩૦ નવેમ્બર શનિવાર અને ૦૧ ડિસેમ્બર રવિવારે કર્તવ્યમ કાર્યાલય ખાતે E-KYC અને આયુષમાન વય વંદના કાર્ડના કેમ્પનું આયોજન
કર્તવ્યમ કાર્યલયે અમરેલીના નાગરિકોની સુવિધા માટે E-KYC અને પ્રધાનમંત્રી આયુષમાન વંદના કાર્ડના કેમ્પનો લાભ લેવા નાગરિકોને અનુરોધ અમરેલીના નાગરિકોને ઘરઆંગણે પોતાના કાર્યાલયે કોઈ પણ પ્રકારની અડચણ વગર આ સુવિધાનો લાભ મેળવે તેવી હું અપીલ કરું છું- કૌશિક વેકરીયા સતત 2 દિવસ સુધી સવારના 10 થી સાંજના 5 સુધી કેમ્પનું આયોજન E-KYC માટે આધારકાર્ડ, આધારકાર્ડ સાથે લીંક મોબાઇલ નંબર, રેશનકાર્ડની ઝેરોક્ષ સાથે વ્યક્તિએ રૂબરુ હાજર રહેવું આયુષમાન વયવંદના કાર્ડ માટે ૭૦ કે તેથી વધુ વર્ષના વડીલોએ રાશનકાર્ડ અને આધારકાર્ડ સાથે કાર્યલાય ખાતે દિવસ દરમ્યાન ગામે ત્યારે ઉપસ્થિત રહેવું.
અમરેલી : અમરેલી વિધાનસભાના ઉર્જાવાન અને લોકલાડીલા ધારાસભ્ય જેના હૈયે હંમેશા નાગરિકોનું હિત વસેલું છે તેવા વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા દ્વારા ઘરઆંગણે ઈ-કેવાયસી અને વડીલો માટેના આયુષમાન વયવંદના કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ તા. ૩૦ નવેમ્બર, શનિવાર અને ૦૧ ડિસેમ્બર રવિવારે યોજાશે. સવારે ૧૦-૦૫ દરમિયાન યોજનાર આ કેમ્પમાં નાગરિકો જરૂરી દાખલાઓ સાથે આપણા કાર્યાલય ‘કર્તવ્યમ’ જૂના માર્કેટીંગ યાર્ડ ખાતે ઉપસ્થિત રહી અને બહોળી સંખ્યામાં આ કેમ્પનો વ્યાપક હિતમાં લાભ લેવો અનુરોધ કૌશિકભાઈ વેકરીયા દ્વારા કરવામાં આવ્યો છે.
આ અંગે કૌશિકભાઈ વેકરીયાએ એક યાદીમાં જણાવ્યું હતું કે, આયુષ્માન વયવંદના કાર્ડ૭૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા સિનિયર સિટિઝનોને “પી.એમ.જે.એ.વાય.-મા” યોજનાનો લાભ આપવામાં આવશે. આયુષ્માન વયવંદના કાર્ડ કઢાવવા માટે ફક્ત આધારકાર્ડની જરૂરિયાત છે. લાભાર્થીનો ફોટો કેપ્ચર કરવાનો રહેશે. આધારકાર્ડ અથવા રેશનકાર્ડમાં દર્શાવેલી ઉંમરને આધારે ૭૦વર્ષ કે તેથી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરિકોનું આયુષ્માન વયવંદના કાર્ડ કાઢી શકાય છે. અમરેલીના નાગરિકોને ઘરઆંગણે પોતાના કાર્યાલયે કોઈ પણ પ્રકારની અડચણ વગર આ સુવિધાનો લાભ મેળવે તેવી હું અપીલ કરું છું.આ સાથે હાલમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાના લાભ માટે ઈ.કે.વા.સી. ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશમાં તમારા દસ્તાવેજોનું E-KYC કરાવવા માટે આધારકાર્ડ, આધારકાર્ડ સાથે લીંક મોબાઇલ નંબર, રેશનકાર્ડની ઝેરોક્ષ સાથે વ્યક્તિએ રૂબરુ હાજર રહેવું.વધુ માહિતી માટે કર્તવ્યમ કાર્યાલય ખાતે જરૂરી દસ્તાવેજો સાથે શનિ-રવિવામાં જૂના માર્કેટીંગ યાર્ડ ખાતે આપણા કાર્યાલયે ઉપસ્થિત રહી જાહેર જનતાઆ સુવિધાનો લાભ મેળવે.
Recent Comments