ભાવનગરના કોળીયાક ગામના ઇ ગ્રામ વી.સી.ઇ. અને તલાટી મંત્રી દ્વારા અશક્ત વડીલોના ઘરે – ઘરે જઈને રેશનકાર્ડમાં ઈ-કે.વાય.સી. કરી આપ્યું
ભાવનગર તાલુકાના કોળીયાક ગામના ઇ ગ્રામ વી.સી.ઇ. દ્વારા અશક્ત વડીલોના ઘરે – ઘરે જઈને રેશન કાર્ડમાં ઈ-કે.વાય.સી. કરી આપવામાં આવ્યું હતું. કોળીયાકના તલાટી કમ મંત્રી અને વીસીઈ દ્વારા અનોખી કર્તવ્યનિષ્ઠા દર્શાવવામાં આવી હતી.
હાલમાં રેશનકાર્ડમાં ઈ-કે.વાય.સી. કરવા માટે ઝુંબેશ ચાલી રહી છે ત્યારે ભાવનગર જિલ્લાના કોળીયાકના તલાટી કમ મંત્રી શ્રી કિશોરભાઈ વાઘેલા અને વીસીઈ શ્રી પંકજભાઈની ઘરે ઘરે જઈને ઈ-કે.વાય.સી. કરવાની અનોખી કામગીરી હાથ ધરવામાં આવતા બંનેની છેવાડાના લોકો પ્રત્યે માનવીય અભિગમ માટે અભિનંદન પ્રાપ્ત થાય છે.
રેશનકાર્ડમાં ઈ-કે.વાય.સી. કરવા માટે જરૂરી દસ્તાવેજ તૈયાર કરી આવા અશકત અને વડીલોના ઘરે લેપટોપ લઈ જઈને જરૂરી પ્રક્રિયા કરીને ઈ-કે.વાય.સી. ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ભાવનગર તાલુકાના પદાધિકારીઓ અને અધિકારીઓએ પણ તેમની આવી વિશેષ અભિગમ સાથેની કામગીરીથી અભિનંદન આપી તેમના કાર્ય અંગે પ્રશંસા કરી હતી.
Recent Comments