દામનગર આંસોદર પ્રાથમિક શાળામા તા.૧૬/૦૧/૨૬ ના રોજ ENVIRONMENT EDUCATION PROGRAMME ( EEP)અંતર્ગત REDUCE PLASTIC WESTE કાર્યક્રમ ગાંધીનગર ગીર ફાઉન્ડેશનના માર્ગદર્શન અને પ્રેરણાથી યોજાયેલ જેમાં આયોજન મુજબ બાળકોએ 5000 સીંગલયુઝ પ્લાસ્ટિક બોટલ એકત્ર કરેલ તેમજ સીંગલયુઝ પ્લાસ્ટિક ઝભલા એકઠા કરેલ. જેમાથી ઈકો બ્રિકસ, રીસાયકલ માટે મોકલવાની કાર્યવાહી કરેલ.પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન પ્રારંભ,
પ્લાસ્ટિકથી થતા નુકસાન ને અટકાવવા અને તંદુરસ્ત વાતાવરણ તૈયાર કરવાના હેતુથી પયાઁવરણ પ્રયોગશાળા અંતર્ગત લાઠી તાલુકાની આંસોદર પ્રાથમિક શાળામાં પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. શાળા પરીવારના સહીયારા પ્રયાસ થી શાળા અને ગામમાં જાગૃતતા ફેલાવવા આચાર્ય શ્રી સુરેશભાઈ નાગલાએ પ્રાર્થના કાર્યક્રમ માં પયાઁવરણના મહત્વ,પ્લાસ્ટિક ના નુકસાન વિશે વિગતે સમજ આપેલ.
પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવવા વધુ સીંગલયુઝ પ્લાસ્ટિક બોટલો ભેગી કરી તેમાં ઘરની ચીજ વસ્તુઓ ની ખરીદી બાદ એકઠા થયેલ સીંગલયુઝ પ્લાસ્ટિક ના ઝભલા એકઠાં કરી લાવનારને ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. બાળકો દ્વારા 5000 થી વધુ બોટલો એકઠી કરવામાં આવી હતી.ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવેલ.
ગાંધીનગર ગીર ફાઉંડેશન તરફથી બાળકોને નાસ્તા ખર્ચ, પ્રમાણપત્ર ખર્ચ અને સ્ટેશનરી ખર્ચ માટે 9500 રૂ. ગ્રાંટ મળેલ.જે યોગ્ય હેતુ મુજબ વપરાયેલ.આ તકે શાળા પરીવાર, ગ્રામ અગ્રણીઓ રાજ્ય સરકાર શ્રી,પયાઁવરણ અને વન વિભાગ ખાતુ ગુજરાત રાજ્ય, અને ગાંધીનગર ગીર ફાઉન્ડેશન નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.

















Recent Comments