ED ચીફના કાર્યકાળને ગેરકાયદેસર જાહેર કરવાનો મામલો : કેન્દ્રીય ગૃહમંત્રીનો વિપક્ષીપાર્ટીઓ પર પલટવાર
સુપ્રીમ કોર્ટે મંગળવારે (૧૧ જુલાઈ) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડ્ઢ)ના વડા સંજય કુમાર મિશ્રાને આપવામાં આવેલ કાર્યકાળ સતત ત્રીજી વખત લંબાવ્યો હતો. તેને ગેરકાયદેસર ગણાવ્યો હતો. હવે આ અંગે વિપક્ષના તમામ નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે. વિપક્ષ તરફથી આ ર્નિણયને સરકાર તરફનો મોટો ઝટકો ગણાવવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હવે આનો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના ર્નિણયની ઉજવણી કરનારાઓ વિવિધ કારણોસર ભ્રમિત છે. અમિત શાહે ટ્વીટ કર્યું કે સંસદ દ્વારા વિધિવત રીતે પસાર કરાયેલા ઝ્રફઝ્ર એક્ટમાં સુધારો યથાવત રાખવામાં આવ્યો છે. ભ્રષ્ટાચારીઓ અને કાયદાની ખોટી બાજુએ કામ કરનારાઓ પર કાર્યવાહી કરવાની ઈડ્ઢની સત્તાઓ યથાવત રહેશે. તેમણે કહ્યું કે ઈડ્ઢ એક એવી સંસ્થા છે જે કોઈપણ વ્યક્તિથી ઉપર છે અને તેના મુખ્ય ઉદ્દેશ્ય એટલે કે મની લોન્ડરિંગ અને વિદેશી વિનિમય કાયદાના ઉલ્લંઘનના ગુનાઓની તપાસ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ગૃહમંત્રીએ કહ્યું કે આ રીતે ઈડ્ઢના ડિરેક્ટર કોણ છે તે મહત્વનું નથી કારણ કે જે કોઈ ભૂમિકાને ગ્રહણ કરે છે તે વિકાસ વિરોધી માનસિકતા ધરાવતા હકદાર રાજવંશોના આરામદાયક ક્લબના પ્રચંડ ભ્રષ્ટાચારની તપાસ કરશે. તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૮માં સંજય કુમાર મિશ્રાની બે વર્ષ માટે નિમણુક કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૨૧માં ૧ વર્ષનો કાર્યકાળ વધારવામાં આવ્યો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં સરકારના આ ર્નિણયને પડકારવામાં આવ્યો હતો, ત્યારબાદ કોર્ટે સંજય કુમાર મિશ્રાના કાર્યકાળને વધારવાના ર્નિણયને યથાવત રાખ્યો હતો પણ કહ્યું હતું કે મિશ્રાનો કાર્યકાળ હવે વધારવામાં આવવો જાેઈએ નહીં.
Recent Comments