રાજ્યમાં ED નો સપાટો : EDએ ૧૩ કરોડથી વધુની રકમ જપ્ત કરી
અમદાવાદ-મુંબઈમાં સાત ઠેકાણે દરોડા, ૧૦૦ કરોડના ટ્રાન્ઝેક્શન વધુની રકમ જમા કરાઈ તપાસ દરમિયાન ઈડ્ઢએ ૧૩ કરોડથી વધુની રકમ જપ્ત કરી છે મની લોન્ડ્રિંગને લઈ ઈડ્ઢ એક્શન મોડમાં જાેવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી સમયે થયેલા શંકાસ્પદ બેંક વ્યવહારોની તપાસ હાથ ધરાઈ છે. પાપ્ત વિગતો મુજબ અમદાવાદ અને મુંબઈમાં ૭ સ્થળે દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ તપાસ દરમિયાન ઈડ્ઢએ ૧૩ કરોડથી વધુની રકમ જપ્ત કરી છે. નાસિક મર્ચન્ટ બેંકના ૧૪ ખાતામાંથી થયેલા વ્યવહારોની પણ તપાસ હાથ ધરાઈ છે. સાથો સાથ ૧૪ ખાતામાં ૧૦૦ કરોડથી વધુની રકમ જમા કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, અન્યના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી ખાતા ખોલાયા હતા. ત્યારે ઈડ્ઢએ અકરમ સફી, વસીમ ભેસાણિયાની ધરપકડ કરી છે. આ મામલો નાસિક મર્ચન્ટ કો-ઓપરેટિવ બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્રના નકલી ખાતા સાથે સંબંધિત છે. જેમાં ડેબિટ વ્યવહારોની ઈડ્ઢ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી તો મની ટ્રેલ તપાસમાં સામે આવ્યું કે મોટા ભાગની રકમ ૨૧ લોકોની માલિકીમાંથી ટ્રાન્સફર કરવામાં આવી હતી. જેમાં મોટા ભાગે ઓનલાઈન ચેનલો દ્વારા આ વ્યવહાર કરવામાં આવ્યા છે અને વિવિધ કંપનીઓને રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે
Recent Comments