ભાવનગર

તળાજા તાલુકાના કુંઢેલી ગામની  શાળાના બાળકોને દાતા દ્વારા શૈક્ષણિક કીટની ભેટ

તળાજા તાલુકાના કુંઢેલી ગામે આવેલી પ્રાથમિક શાળામાં 225 વિદ્યાર્થી ભાઈઓ બહેનોને મફત કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટ વિતરણ સુરત સ્થિત વતન પ્રેમી દાતા પ્રેમજીભાઈ નાગજીભાઈ ગોટી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. 

કંપાસ બોક્સ, પેન, પેન્સિલ વગેરે સાધનો સાથે થયેલા આ વિતરણથી શાળાના બાળકો સહિત સૌ ખુશ થયા હતા. 

આ વેળાએ ગામના સરપંચ લાલુભા રાણા, શાળાના આચાર્ય જતીનભાઈ વ્યાસ સહિતના સૌ હાજર રહ્યા હતા.

Related Posts