અમરેલી

ગીરના નેસડામાં શ્રી મુક્તાનંદબાપુ પ્રેરિત આનંદધારા અભિયાન તળે કેળવણીનું કાર્ય

શાસ્ત્ર અને સંસ્કૃતિ સાથે સમાજ ઉત્થાન માટે કાર્યરત સંત શ્રી મુક્તાનંદબાપુ દ્વારા અનેકવિધ સત્કાર્યો ચાલી રહેલ છે. ગીરના નેસડામાં શ્રી મુક્તાનંદબાપુ પ્રેરિત આનંદધારા અભિયાન તળે કેળવણીનું કાર્ય થઈ રહ્યું છે, જેમાં ભાવનગરનાં શિક્ષણ પ્રેમી મહાનુભાવો દ્વારા કાંસિયા નેસની શાળાની મુલાકાત લેવાઈ છે.

આનંદધારા, ચાંપરડા અંતર્ગત આ ચાલી રહેલ ગ્રામ માંગલ્ય સહયોગ યજ્ઞ… અન્ય વિસ્તારોના ગામો સાથે ગીરના નેસડામાં શ્રી મુક્તાનંદબાપુ પ્રેરિત આનંદધારા અભિયાન તળે કેળવણીનું કાર્ય ચાલી રહ્યું છે. સમાજ અને સરકારને સાથે રાખીને શાસ્ત્ર અને સંસ્કૃતિ સાથે સમાજ ઉત્થાન માટે કાર્યરત સંત શ્રી મુક્તાનંદબાપુ દ્વારા અનેકવિધ સત્કાર્યો ચાલી રહેલ છે.

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં ગીરના નેસડામાં આ કેળવણી પ્રવૃત્તિ સંદર્ભે ભાવનગરના સહકારી ખેડૂત અગ્રણી અને માજી ધારાસભ્ય શ્રી નાનુભાઈ વાઘાણી સાથે શિક્ષણ ક્ષેત્રમાં રહેલ શ્રી પ્રવિણાબેન વાઘાણીએ આ કાંસિયા નેસની શાળાની મુલાકાત લીધી અને શિક્ષક તથા વિદ્યાર્થી બાળકો સાથે ગીતગાન અને સંવાદ લાભ લીધો. અહીંયા આધુનિક વીજાણુ પ્રણાલી સાથેનાં ઉપકરણ દ્વારા પાઠ્યક્રમ વિશે પણ જાણવા મળ્યું.

આ અભિયાન સાથે જોડાયેલાં નિવૃત્ત ઉચ્ચ અધિકારી શ્રી નલીનભાઈ પંડિત દ્વારા અહીંની ગ્રામજીવન સંપર્ક સાથેની શિક્ષણ પ્રણાલી અંગે માહિતી આપેલ. અહીંયા શ્રી દેવયાનીબેન પંડિત પણ સાથે રહ્યાં હતાં. કાર્યકર્તા શ્રી ભાનુભાઈ જોષી દ્વારા પણ જાણકારી આપવામાં આવી.

વનવિભાગના પૂરતાં સહયોગ સાથે ચાલી રહેલ આ પ્રવૃત્તિ પૈકી શ્રી કાંસિયા નેસ પ્રાથમિક શાળા એટલે આનંદધારા શાળામાં મોજથી અભ્યાસ કાર્ય ચાલી રહેલ છે, જેમાં આચાર્ય શ્રી કેતનગિરિ મેઘનાથી પણ પૂરતી મોજથી ફરજ બજાવી રહ્યા છે. અહીંયા શ્રી ધવલભાઈ લુણી તથા શ્રી ગોવિંદભાઈ શેલાણા દ્વારા બાળકોને પૂરક શિક્ષણ પ્રવૃતિઓ કરાવવામાં આવી રહેલ છે. અભ્યાસક્રમ સાથે પર્યાવરણ પ્રકૃતિના પાઠ પણ અપાતાં રહે છે. પક્ષીઓને ચણ માટે વિદ્યાર્થીઓ દ્વારા અક્ષયપાત્ર પ્રવૃત્તિ ચાલે છે.

સિંહ અને અન્ય પ્રાણીઓ સાથેનાં વન ક્ષેત્રમાં આ આનંદધારા પ્રવાહ ચાલી રહ્યો છે, જેમાં ભાવનગરનાં શિક્ષણ પ્રેમી મહાનુભાવો દ્વારા આ કાંસિયા નેસની શાળાની તેમજ આ નેસડામાં રહેતા પરિવાર સાથે મુલાકાત લેવાઈ છે.

Related Posts