ભારત સરકારના નાણા મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગ (ડ્ઢહ્લજી) દ્વારા ૦૧.૦૭.૨૦૨૫થી ૩૦.૦૯.૨૦૨૫ સુધી શરૂ કરાયેલા ત્રણ મહિનાના નાણાકીય સમાવેશ અને સામાજિક સુરક્ષા યોજના અંતર્ગત આયોજિત જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનની પ્રગતિ અને ઉદ્દેશ્યો વિશે મીડિયાને માહિતી આપવા માટે બેંક ઓફ બરોડા, અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
પત્રકાર પરિષદને સંબોધતા શ્રી અશ્વિની કુમાર, કન્વીનર, જીન્મ્ઝ્ર ગુજરાત અને અગ્રણી જિલ્લા પ્રબંધક, બેંક ઓફ બરોડા દ્વારા કરવામાં જણાવવામાં આવ્યું હતું કે આ અભિયાનનો રાજ્ય સ્તરીય પ્રારંભ ૦૧ જુલાઈ ૨૦૨૫ના રોજ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના પુંધરા ગામમાં યોજાયો હતો. તેનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને ગુજરાતના માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, તમામ ૩૩ જિલ્લા કલેક્ટરો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં થયું હતું, જેઓ ભૌતિક અને વર્ચ્યુઅલી બંને રીતે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન જીન્મ્ઝ્ર ગુજરાત દ્વારા બેંક ઓફ બરોડાના કન્વીનરશિપ હેઠળ કરવામાં આવ્યું હતું.
તેમણે અભિયાનના ઉદ્દેશ્યો, અમલીકરણ વ્યૂહરચના વિશે વિગતવાર સમજ આપી હતી. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો હતો કે આ અભિયાન ગુજરાત રાજ્યના ૩૩ જિલ્લાઓમાં ફેલાયેલા તમામ ઁજીમ્, ખાનગી બેંકો, સહકારી બેંકો, ગ્રામીણ બેંકોનો સામૂહિક પ્રયાસ દ્વારા ૧૪૬૧૦ ગ્રામ પંચાયતોને આવરી લેવાનો છે. દરેક ગ્રામ પંચાયતમાં મુખ્ય જિલ્લા મેનેજરો સંબંધિત બેંક શાખાઓ દ્વારા શિબિરોનું આયોજન કરવામાં આવશે અને સ્થાનિક વસ્તીને ઁસ્જીમ્રૂ માટે રૂ. ૨૦/- ના નજીવા પ્રીમિયમ અને ઁસ્ત્નત્નમ્રૂ માટે રૂ. ૪૩૬/- ના પ્રીમિયમ પર ઉપલબ્ધ દરેક સામાજિક સુરક્ષા જે રૂ. ૨ લાખના કવરેજ સાથે ઉપલબ્ધ છે. આ યોજનાઓનો લાભ લેવા અને નોંધણી કરાવવા માટે લોકોને જાગૃત કરવામાં આવશે.
શ્રી અશ્વિની કુમારે જણાવ્યું કે આ ઝુંબેશ મુખ્ય નાણાકીય સમાવેશ અને સામાજિક સુરક્ષા યોજનાઓ હેઠળ ૧૦૦% કવરેજ પ્રાપ્ત કરવા પર કેન્દ્રિત છે. જેમાં પ્રધાનમંત્રી જન ધન યોજના (ઁસ્ત્નડ્ઢરૂ) હેઠળ ખાતું ખોલવું, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (ઁસ્ત્નત્નમ્રૂ), પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (ઁસ્જીમ્રૂ) અને અટલ પેન્શન યોજના (છઁરૂ) હેઠળ નોંધણીનો સમાવેશ થાય છે. વધુમાં, આ ઝુંબેશ નિષ્ક્રિય પ્રધાનમંત્રી જન ધન ખાતાઓને ફરીથી દ્ભરૂઝ્ર અને સક્રિય કરવા, ડિપોઝિટ ખાતાઓમાં બાકી નામાંકન વિગતો અપડેટ કરવા અને સઘન નાણાકીય સાક્ષરતા સત્રો પૂરા પાડવાનો સમાવેશ કરે છે. આ સત્રો સાયબર અને ડિજિટલ છેતરપિંડીને રોકવા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (ઇમ્ૈં)માં ટ્રાન્સફર કરાયેલા દાવા વગરની થાપણોને પરત મેળવવાની પ્રક્રિયા અને બેંકિંગ લોકપાલની ભૂમિકા અને લાભો અંગે જાગૃતિ લાવશે.
પરિષદ દરમિયાન, શ્રી અશ્વિની કુમારે ઉલ્લેખ કર્યો કે ૩૦.૦૬.૨૦૨૫ સુધીમાં, સામાજિક સુરક્ષા યોજનાઓ હેઠળ, ૨૯ લાખ અટલ પેન્શન યોજના (છઁરૂ) નોંધાયેલા છે. ૯૨ લાખ ઁસ્ જીવન જ્યોતિ વીમા યોજના (ઁસ્ત્નત્નમ્રૂ) રજિસ્ટર્ડ છે અને જેમાંથી ૫૫૫૮૯ દાવાઓનું સમાધાન અને ચૂકવણી કરવામાં આવી છે. ૧૯૪ લાખ ઁસ્ સુરક્ષા વીમા યોજના (ઁસ્જીમ્રૂ)ની નોંધણી કરવામાં આવી છે અને ૪૯૪૩ દાવાઓનું સમાધાન અને ચૂકવણી કરવામાં આવી છે. તેમજ ૧૯૪ લાખ ઁસ્ જન ધન યોજના (ઁસ્ત્નડ્ઢરૂ) અંતર્ગત ખાતા ખોલવામાં આવ્યા છે.
આ ઝુંબેશ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા રજૂ કરાયેલા ‘વિકસિત ભારત‘ના વિઝન સાથે સુસંગત છે અને તેનો ઉદ્દેશ્ય સમાવેશી નાણાકીય સશક્તિકરણ અને સામાજિક સુરક્ષાને પ્રોત્સાહન આપવાનો છે એમ જનરલ મેનેજરે જણાવ્યું હતું. વધુમાં માહિતી પ્રસારમાં મીડિયા અસરકારક ભૂમિકા ભજવે છે અને ઝુંબેશના ઉદ્દેશ્યોના વ્યાપક આઉટરિચને ટેકો આપવા માટે તેમના સક્રિય સહયોગ માટે અપીલ કરી હતી. સાથે જ તેમણે ખાતરી કરવાના મહત્વ પર ભાર મૂક્યો કે કોઈ પણ પાત્ર નાગરિક મુખ્ય નાણાકીય અને સામાજિક સુરક્ષા યોજનાઓના લાભો મેળવવાથી પાછળ ન રહી જાય.
આ પત્રકાર પરિષદમાં બેંક ઓફ બરોડાના વરિષ્ઠ અધિકારીઓ શ્રી અશ્વિની કુમાર, કન્વીનર જીન્મ્ઝ્ર ગુજરાત અને જનરલ મેનેજર; શ્રી વિપિન કુમાર ગર્ગ, ડેપ્યુટી જનરલ મેનેજર; શ્રી રણજીત રંજન દાસ, ડેપ્યુટી જનરલ મેનેજર; શ્રીમતી વીણા કે. શાહ, ડેપ્યુટી જનરલ મેનેજર અને બેંકના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
‘જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન’ દ્વારા ૧૪૬૧૦ ગ્રામ પંચાયતોને આવરી લેવાનો પ્રયાસ: અગ્રણી જિલ્લા પ્રબંધક

Recent Comments