અમરેલી

સાવરકુંડલા ખાતે ઇદ ઉલ ફિત્રની શાનો શૌકતથી ઉજવણી

અલ્લાહની બંદગીના પાક મહિનો એટલે રમજાન માસના 30 રોજા પૂર્ણ થતા આજે ઇદ ઉલ ફિત્રની ઉજવણી મુસ્લિમોએ એકબીજાને ગળે મળીને મુબારક બાદી પાઠવી હતી. આજે સવારે જુમ્મા મસ્જીદ માંથી સરકાર મુનીરબાપુ કાદરીની આગેવાનીમાં જુલુસ ઇદગાહ પર પહોંચ્યું હતું સાદાતે ઇકરામની વિશેષ હાજરી વચ્ચે જુમ્મા મસ્જીદના પેશ ઇમામ હાફિઝ સાહેબ દ્વારા ઇદ ઉલ ફિત્રની નમાજ અદા કરાવેલ હતી ને બાળ મુસ્લિમોએ જે રમજાનના રોજા રાખ્યા હોય તેને ઇનામો આપીને સરકાર મુનીરબાપુ કાદરીના વરદહસ્તે નવાજવામાં આવ્યા હતા મુસ્લિમોએ એકબીજાને ભેટીને મુબારકબાદી આપેલ હતી સાવરકુંડલા સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ ઈરફાન કુરેશી, ઉપપ્રમુખ ઈકબાલભાઈ ગોરી દ્વારા ઇદગાહ પર સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવેલ હતી પોલીસ તંત્ર દ્વારા ઇદગાહ પર સુંદર સહયોગ આપવામાં આવ્યો હતો.

Related Posts