અમરેલી

સીતારામ આશ્રમ ખાતે સંત શિરોમણી પૂજ્ય દેવજીબાપા ની સ્મૃતિ માં અગિયાર ઉત્સવ યોજાશે

દામનગર શહેર માં બ્રહ્મલીન ગુરુમુખી સંત શ્રી દયારામબાપુ ઠોડાવાળા ના સુશિષ્યા પૂજ્ય સીતારામ આશ્રમ ખાતે સંત શિરોમણી પૂજ્ય દેવજીબાપા ની સ્મૃતિ માં વિક્રમ સંવત ભાદરવા વદ ૨૦૮૧ ને અગિયારસ તા.૧૭/૦૯/૨૫ ને બુધવારે સમસ્ત સેવક સમુદાય દ્વારા ભવ્ય અગિયારસ ઉત્સવ ઉજવાશે સીતારામ સતસંગ મંડળ આયોજિત વર્ષો ની પરંપરા થી પૂજ્ય સંતો ના સાનિધ્ય માં ભજન ભોજન સાથે પૂજ્ય દયારામ બાપુ પ્રેરિત ભવ્ય અગિયારસ ઉત્સવ ની ઉજવણી થશે અનેક જંગમી તીર્થકર સમાં સંતો ની દિવ્ય સતસંગ વાણી અલખ ના અરાધકો ની ઉપસ્થિતિ વચ્ચે ઉજવાશે અગિયારસ ઉત્સવ તેમ સીતારામ આશ્રમ ના લઘુ મહંત ગોપાલબાપુ એ જણાવ્યું છે

Related Posts