લંડનને ન્યૂયૉર્ક સાથે જાેડવા ઓછી કિંમતે બનાવી શકે છે દરિયાની નીચે ટનલ ઃ મસ્ક એલન ટેસ્લાના ચીફ અને વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે ચોંકાવનારો દાવો કર્યો છે. એલન મસ્કએ પ્રસ્તાવ મૂક્યો છે કે તેમની ધ બૉરિંગ કંપની લંડનને અમેરિકાના ન્યૂયૉર્ક શહેર સાથે જાેડવા માટે દરિયાની નીચે એક ટનલ બનાવશે, જે એક કલાકથી પણ ઓછો સમય લેશે. ડેઇલી લાઉડ નામના યૂઝર હેન્ડલ પરથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક પૉસ્ટ કરવામાં આવી હતી. આ પૉસ્ટમાં લખવામાં આવ્યું છે કે, ન્યૂયોર્ક સિટીને લંડનથી જાેડવા માટે ૨૦ ટ્રિલિયન ડૉલરના ખર્ચે એક ટનલ બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે, જે ન્યૂયૉર્ક સિટીથી લંડન માત્ર ૫૪ મિનિટમાં એક કલાકથી પણ ઓછા સમયમાં લેશે.
આ પૉસ્ટનો જવાબ આપતા, એલન મસ્કે લખ્યું કે તેમની ધ બૉરિંગ કંપની આ ટનલ ૨૦ ટ્રિલિયન ડૉલર કરતાં ૧૦૦૦ ગણી ઓછી કિંમતે બનાવી શકે છે. એલન મસ્કનો આ પ્રસ્તાવ હાઇપરલૂપ ટેક્નોલોજી પર આધારિત છે, જેને ભવિષ્યના પરિવહન તરીકે જાેવામાં આવી રહી છે. તેમાં વેક્યૂમ-સીલ્ડ ટનલ હશે જેમાં તે ૩,૦૦૦ માઈલ પ્રતિ કલાકથી વધુની ઝડપે મુસાફરી કરી શકશે. ૨૦૧૩ થી, એલન મસ્ક એવા લોકોમાં સામેલ છે જેઓ મુસાફરી માટે વેક્યૂમ ટ્યુબ ટેક્નોલોજીના સૌથી મોટા હિમાયતી રહ્યા છે.
હકીકતમાં, બ્રિટનને અમેરિકા સાથે જાેડતી ટ્રાન્સએટલાન્ટિક ટનલ એટલે કે હાઇપરસૉનિક અન્ડરવૉટર ટનલ બનાવવા અંગે અમેરિકામાં લાંબી ચર્ચા ચાલી રહી છે, જેમાં તે ૩,૦૦૦ માઇલ પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરી શકે છે. પરંતુ લંડન અને ન્યૂયૉર્કને જાેડતી ટ્રાન્સ-એટલાન્ટિક ટ્રેનનું સ્વપ્ન સાકાર કરવા માટે ૨૦ ટ્રિલિયન ડૉલર ખર્ચવા પડશે. જાેકે, એલન મસ્ક દાવો કરી રહ્યા છે કે તેમની કંપની ધ બૉરિંગ કંપની આ કામ ઇં૨૦ ટ્રિલિયન કરતાં ૧૦૦૦ ગણા ઓછા ખર્ચે પૂર્ણ કરી શકે છે. હાલમાં ન્યૂયોર્ક સિટીથી લંડન સુધી હવાઈ મુસાફરીમાં ૮ કલાકનો સમય લાગે છે. ન્યૂયૉર્ક સિટી અને લંડન વચ્ચેનું અંતર ૩૦૦૦ માઈલ અથવા ૪૮૦૦ કિલોમીટર છે. પરંપરાગત ટેક્નોલોજી પર ચાલતી અંડરસી ટ્રેનોના બાંધકામ ખર્ચને યોગ્ય ઠેરવવો પણ મુશ્કેલ હશે. કારણ કે તેને બનાવવામાં ઘણા વર્ષો લાગશે. પરંતુ એલન મસ્કનું માનવું છે કે વેક્યૂમ ટ્યુબ ટેક્નોલોજીથી આ શક્ય છે અને તેની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થશે.
Recent Comments