ટ્રૂડોએ કમલા હેરિસની હાર પર દુખ વ્યક્ત કરવા પર એલોન મસ્કે ટ્રૂડો પર જાેરદાર પ્રહારો કર્યા
કેનેડાની ચૂંટણીને ધ્યાને લઈને મસ્કેએ કહ્યું,”જસ્ટિન ટ્રૂડો લાંબા સમય સુધી સત્તામાં નહીં રહે” કેનેડાના ઁસ્ ટ્રૂડોએ કમલા હેરિસની હાર પર દુખ વ્યક્ત કર્યું હતું. ટ્રૂડોના આ કથન પર એલોન મસ્કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો પર જાેરદાર પ્રહારો કર્યા છે. એલોન મસ્કે કહ્યું છે કે જસ્ટિન ટ્રૂડો લાંબા સમય સુધી સત્તામાં નહીં રહે. ટ્રૂડોએ કમલા હેરિસની હાર પર દુખ વ્યક્ત કર્યુ હતુ. જસ્ટિન ટ્રૂડોએ કહ્યું હતું કે કમલા હેરિસની હાર એ મહિલાઓની પ્રગતિ પર હુમલો છે, જેના જવાબમાં મસ્કે વળતો પ્રહાર કરતા કહ્યું કે-હવે કેનેડામાં તમારો વારો છે. જ્યારે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં કમલા હેરિસની હાર પર દુઃખ વ્યક્ત કર્યું ત્યારે એલોન મસ્કે તેમના પર વળતો શાબ્દિક પ્રહાર કર્યો. મસ્કે કહ્યું કે જસ્ટિન ટ્રૂડો પણ સત્તામાંથી બહાર થઈ જશે. કેનેડામાં ઈક્વલ વોઈસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ટ્રૂડોએ કહ્યું કે, મહિલાઓની પ્રગતિ સામે લડી રહેલી ઘણી શક્તિઓ નથી ઈચ્છતી કે કમલા હેરિસ આગળ વધે, પરંતુ આવું ના થવું જાેઈએ.
ટ્રૂડોએ કહ્યું કે આવું અમેરિકા ન થવું જાેઈતું હતું. ભલે તે ક્યારેક મુશ્કેલ હોય, આપણે સતત પ્રગતિ તરફ આગળ વધવું જાેઈએ. ટ્રૂડોએ કહ્યું કે તેઓ ગૌરવપૂર્ણ નારીવાદી છે અને હંમેશા રહેશે. તેમણે વધુમાં કહ્યું કે અમેરિકામાં થોડા અઠવાડિયા પહેલા જ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી પરંતુ અમેરિકાએ બીજી વખત પોતાની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિની પસંદગી ન કરવા માટે મતદાન કર્યું હતું. ટ્રૂડોના આ નિવેદન પર ટેસ્લાના વડા એલોન મસ્કએ સખત જવાબ આપ્યો છે. મસ્કે ટ્વીટ કર્યું કે જસ્ટિન ટ્રૂડો હવે બહુ લાંબા સમય સુધી કેનેડામાં સત્તામાં નહીં રહે. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોની મજાક ઉડાવી હતી અને તેમને કેનેડાના ગવર્નર કહ્યા. વાસ્તવમાં, તાજેતરમાં જ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ પદ સંભાળતાની સાથે જ પ્રથમ કેનેડાથી આવતા સામાન પર વધુ ૨૫ ટકા ટેરિફ લાદશે, જ્યાં સુધી કેનેડા, અમેરિકા આવતા ડ્રગ્સ અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને નિયંત્રિત ના કરે ત્યા સુધી આ વધારાના ૨૫ ટકા ટેરિફ યથાવત રહેશે. ટ્રમ્પની જાહેરાત બાદ ટ્રૂડોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કેનેડાના પીએમએ કહ્યું હતું કે, આ પ્રકારની ટેરિફ કેનેડાની અર્થવ્યવસ્થાને બરબાદ કરશે. તેના પર નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે, ટ્રૂડોને કેનેડાને અમેરિકાનું ૫૧મું રાજ્ય બનાવવાની ઓફર કરતા ટ્રૂડોને કેનેડાના ગવર્નર ગણાવ્યા હતા.
Recent Comments