રાષ્ટ્રીય

એલોન મસ્કનું રોકેટ ‘સ્ટારશિપ ફ્લાઇટ ૯‘ નું સફળતાપૂર્વક લોન્ચ પણ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા જ નાશ પામ્યું

એલોન મસ્કનું સ્પેસએક્સે તેના સ્ટારશીપ સુપર હેવી રોકેટની નવમી પરીક્ષણ ઉડાન શરૂ કરી. આ ઉડાન દક્ષિણ ટેક્સાસમાં બોકા ચિકા બીચ નજીક કંપનીના ‘સ્ટારબેઝ‘ લોન્ચ સાઇટ પરથી કરવામાં આવી હતી. આ મિશન ભારતીય સમય મુજબ સવારે ૫ વાગ્યે શરૂ થયું હતું અને સમગ્ર વિશ્વની નજર તેના પર ટકેલી હતી.
આ રોકેટનું સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ લોન્ચ થયાના થોડા સમય પછી, સ્ટારશીપે પણ તેનું નિયંત્રણ ગુમાવ્યું હતું. આ કારણે, તે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા જ નાશ પામ્યું હતું. આ સમગ્ર પરીક્ષણ ૧.૦૬ કલાકનું હતું. સ્પેસએક્સે પુષ્ટિ આપી છે કે સ્ટારશીપ રોકેટ પૃથ્વી પર પાછા ફરતી વખતે તૂટી ગયું હતું. તે હિંદ મહાસાગરમાં ઉતરવાનું હતું. સ્પેસએક્સે કહ્યું કે આ યાત્રામાં અવકાશયાને આ વર્ષ કરતાં વધુ સીમાચિહ્નો પાર કર્યા, પરંતુ આ વખતે પણ કેટલીક સમસ્યાઓ હતી, જેના કારણે ઘણા મુખ્ય તકનીકી પ્રદર્શનોમાં વિક્ષેપ પડ્યો. અમે તપાસ કરીશું કે શું ખોટું થયું. તેમ છતાં, એકંદર પરિણામો સારા રહેશે કારણ કે અગાઉના બે પરીક્ષણો ટેકઓફ પછી ૧૦ મિનિટથી ઓછા સમયમાં નિષ્ફળ ગયા હતા.
આ મિશનને ‘સ્ટારશિપ ફ્લાઇટ ૯‘ નામ આપવામાં આવ્યું હતું. તેમાં સુપર હેવી બૂસ્ટર અને શિપ ૩૫ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સુપર હેવી બૂસ્ટર અગાઉ ફ્લાઇટ ૭ માં ઉડાન ભરી ચૂક્યું છે અને આ તેની બીજી ફ્લાઇટ હતી. અગાઉની કેટલીક ફ્લાઇટ્સમાં, ટેકનિકલ ખામીઓને કારણે મિશન નિષ્ફળ ગયા હતા, પરંતુ આ વખતે ફ્લાઇટ ઘણા મહત્વપૂર્ણ સીમાચિહ્નો પાર કરી ગઈ.
સ્પેસએક્સના આ રોકેટમાં ૩૩ રેપ્ટર એન્જિન છે, જેમાંથી ૨૯ એન્જિન આ ફ્લાઇટમાં સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સ્ટારશિપે “હોટ-સ્ટેજિંગ” નામની એક મહત્વપૂર્ણ પ્રક્રિયા પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી. આ સ્ટેજ સેપરેશન એટલે કે પ્રથમ અને બીજા તબક્કાને અલગ કરવાની એક નવી તકનીક છે, જે ભવિષ્યના મિશનમાં ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આ ફ્લાઇટ માટે, સ્થાનિક વહીવટીતંત્રે ૨૯ મે સુધી રસ્તાઓ બંધ કરી દીધા હતા, જેથી સલામતી સુનિશ્ચિત કરી શકાય. આ મિશનને યુએસ હ્લછછ (ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન) તરફથી ઉડાન ભરવાની પરવાનગી મળી. હ્લછછ એ યુકે, ટર્ક્સ અને કેકોસ આઇલેન્ડ્સ, બહામાસ, મેક્સિકો અને ક્યુબા જેવા દેશો સાથે સંકલનમાં આ પરવાનગી આપી, કારણ કે રોકેટ ફ્લાઇટ આ દેશો ઉપરથી પસાર થાય છે. હ્લછછ એ ફ્લાઇટ રૂટ પર વિમાનના જાેખમી ક્ષેત્ર એટલે કે ખતરનાક એરસ્પેસની મર્યાદા ૧૬૦૦ નોટિકલ માઇલ સુધી વધારી દીધી હતી, જેથી કોઈ અકસ્માત ન થાય.

Related Posts