ઔદ્યોગિકલ તાલીમ સંસ્થા રાજુલા દ્વારા આગામી તા. ૦૫.૦૧.૨૦૨૬ રાજ્ય સરકારના માર્ગદર્શન અને કુશળતા વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુસર ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.), રાજુલા ખાતે તા.૦૫.૦૧.૨૦૨૬, સોમવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે રોજગાર તથા એપ્રેન્ટિસશીપ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતી મેળામાં રાજકોટ સ્થિત નામાંકિત કંપની ઓરબીટ બેરિંગ્સ દ્વારા ભાગ લેવામાં આવશે. જેમાં આઈ.ટી.આઈ.ના ફિટર, વેલ્ડર, મેકેનિક ડીઝલ, ટર્નર, મશીનિસ્ટ, ડ્રાફ્ટસમેન (મેકેનિકલ), ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક તેમજ ડિપ્લોમા મેકેનિકલ એન્જિનિયરિંગ જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો માટે રોજગાર તથા એપ્રેન્ટિસશીપની તક ઉપલબ્ધ કરાવવામાં આવશે.
કંપનીના નિયમો અનુસાર ઉમેદવારોને અંદાજિત રૂપિયા ૧૫,૦૦૦/- થી રૂપિયા ૧૯,૦૦૦/- (CTC) સુધીનું વેતન/સ્ટાઈપેન્ડ તેમજ અન્ય સુવિધાઓ આપવામાં આવશે. ઉપરાંત સંબંધિત ટ્રેડમાં હાલના શૈક્ષણિક વર્ષમાં અભ્યાસરત તાલીમાર્થીઓ પણ આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે તેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા, રાજુલાના આચાર્યશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.


















Recent Comments