અમરેલી

દામનગર મોર્ડન ગ્રીન પ્રાથમિક શાળા નંબર -૧ માં ઊર્જા સંરક્ષણ માર્ગદર્શન સેમિનાર યોજાયો

દામનગર શહેરની મોર્ડન ગ્રીન પ્રાથમિક શાળા નંબર ૧ માં ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી બાલ ઉર્જા રક્ષક દળ જન જાગૃતિ અભિયાન અંતર્ગત ડીસ્ટ્રીક કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ચિલ્ડ્રન મ્યુઝિયમ અને બાલભવન અમરેલી દ્વારા દામનગર પ્રાથમિક શાળા નંબર ૧ ગ્રીન સ્કૂલમાં બાળકોને ઉર્જા બચત ના વિવિધ ઉપાયો તથા ગ્રીન એનર્જી તેમજ સોલાર એનર્જી સંચાલિત વિવિધ સંસાધનોના ઉપયોગ અને મહત્વ વિશે જન જાગૃતિ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું.તેમજ બાળકોને પ્રમાણપત્ર તેમજ ઈનામ વિતરણ કરવામાં આવ્યું. તેમજ  શાળાના બાળકો પર્યાવરણની જાળવણી કરે તેમજ  ઊર્જા બચતની સમજ કેળવે તેવા ઉમદા હેતુથી આ કાર્યક્રમ યોજાયો. જેમાં શાળામાં આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ સ્ટાફ મિત્રો તેમજ આચાર્યશ્રી શૈલેષભાઈ વિસાણી દ્વારા બાળકોને  પ્રોત્સાહિત કર્યા હતા.

Related Posts