અમરેલી

વિકાસ સપ્તાહ અંતર્ગત ૧૦ ઓક્ટોબરે ‘ઉદ્યોગ સાહસિકતા દિવસ’ની ઉજવણી થશે

સમગ્ર રાજ્યમાં તા. ૦૭થી ૧૫ ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત શુક્રવાર તા.૧૦ ઓક્ટોબરના રોજ ‘ઉદ્યોગ સાહસિકતા દિવસ’ની ઉજવણી થશે.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, અમરેલી દ્વારા ૧૦ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ ઉદ્યોગ સાહસિકોને સશક્ત બનાવવા, નવીન વિચારસરણીને પ્રોત્સાહન આપવાનાં હેતુથી સવારે ૧૧.૦૦ કલાકથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, રાજમહેલ કમ્પાઉન્ડ, કલેક્ટર કચેરીની બાજુમાં એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વર્કશોપમાં એમ.એસ.એમ.ઈ સહાય યોજનાઓ, નાણાકીય સહાય અને બજાર તકો, મહિલા અને યુવા ઉદ્યોગ સાહસિકો માટે વિશેષ માર્ગદર્શન સત્રનું આયોજન તથા ઉદ્યોગ સાહસિકોનાં વિકાસ માટે ઔદ્યોગિક-વ્યાપારિક સંગઠન સાથે જિલ્લામાં રહેલી ઔદ્યોગિક શક્યતાઓ વધારવા માટે ચર્ચા કરવામાં આવશે.

Related Posts