fbpx
ગુજરાત

સુરતમાં રોગચાળાએ ફરીથી માથુ ઊચક્યું!

સુરતમાં ચાર વર્ષના બાળકનું ડેન્ગ્યુથી મોત સુરતમાં ફરી એકવાર રોગચાળાએ માથું ઉંચક્યું લાગે છે, પ્રાથમિક અહેવાલો મુજબ પાંડેસરામાં એક ૪ વર્ષના છોકરાનું તાવથી મૃત્યુ થયું છે. તે ૧૦ દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો પરંતુ તેની તબિયત ત્યારે વધુ ખરાબ થઈ ગઈ. સુરતમાં ફરી એકવાર રોગચાળાએ માથું ઉંચક્યું લાગે છે, પ્રાથમિક અહેવાલો મુજબ પાંડેસરામાં એક ૪ વર્ષના છોકરાનું તાવથી મૃત્યુ થયું છે. તે ૧૦ દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો પરંતુ તેની તબિયત ત્યારે વધુ ખરાબ થઈ ગઈ. જ્યારે તેની તબિયત વધુ ખરાબ થઈ ગઈ, તેને સ્મીમર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં થોડી સારવાર બાદ બાળકનું મોત નીપજ્યું. મચ્છરો વધ્યાં! એડીસ મચ્છર સ્વચ્છ પાણીમાં ઇંડા મૂકે છે. જેમાં પહેલા લાર્વા વિકસે છે, પછી પ્યુપા અને પુખ્ત મચ્છર. આમ, ઇંડાને પુખ્ત મચ્છરમાં વિકસિત થવામાં ૭ થી ૧૦ દિવસ લાગે છે. મચ્છરોનું જીવન ચક્ર ટૂંકું હોય છે

અને પ્રજનન ઝડપી હોવાથી, તેમનો ફેલાવો ટૂંકા ગાળામાં ખૂબ જ ઝડપી હોય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં, લોકોમાં સ્વચ્છતાનો અભાવ, તેમના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીને કારણે મચ્છરોના પ્રજનન માટે સરળતાથી ઉપલબ્ધ સ્વચ્છ પાણીના કન્ટેનરને કારણે મચ્છરોનું ઉત્પાદન વધે છે. ડેન્ગ્યુ શું છે? ડેન્ગ્યુ તાવ એ એડીસ એજીપ્તી અને એડીસ આલ્બોપિક્ટસ મચ્છરો દ્વારા ફેલાતો વાયરલ રોગ છે. ડેન્ગ્યુ ઉપરાંત, એડીસ મચ્છર ચિકનગુનિયા, પીળો તાવ અને ઝિકા વાયરલ ચેપ ફેલાવે છે. વિશ્વના ૫૦% લોકો આ રોગના જાેખમમાં છે. ગંભીર ડેન્ગ્યુ, જેને ડેન્ગ્યુ હેમોરહેજિક ફીવર કહેવાય છે, તે જીવલેણ છે. ઉકાળેલું પાણી પીવું જાેઈએ વાતાવરણને કારણે વાયરલ ચેપ સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોનું જાેખમ વધે છે, તેથી બાળકોની ખાસ કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને પાણીજન્ય રોગોથી બચવા માટે, પાણી ઓછામાં ઓછા ૨૦ મિનિટ સુધી ઉકાળવું જાેઈએ, ઠંડુ કરવું જાેઈએ અને પીતા પહેલા ફિલ્ટર કરવું જાેઈએ. ચોમાસાની ઋતુમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો ફેલાય છે અને આ વર્ષે હજુ પણ સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વધી રહ્યો છે. શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ભરેલી છે.

Follow Me:

Related Posts