સાવરકુંડલા શહેરમાં આવેલ એસ. વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે તારીખ ૧૨-૧૨–૨૫ ના રોજ આત્મ નિર્ભર ભારત અંતર્ગત શાળામાં જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન થયેલ હતું તેમજ આ સુંદર કાર્યક્રમની શરૂઆત સુંદર પ્રાર્થના તેમજ વિવિધ સ્વદેશી વિચારો અંતર્ગત વકૃત્વ સ્પર્ધાનું સુંદર આયોજન થયેલ તેમાં શાળાની વિદ્યાર્થીની બહેનોએ પોતાના સ્વદેશી ઉત્પાદનો પ્રત્યે પોતાના વિચાર રજુ કરેલ,જેમાં ધોરણ ૧૦ ની વિદ્યાર્થીની બહેન ટોટા દિપાલી મુકેશભાઈએ વક્તવ્ય રજૂ કરેલ અને ધોરણ ૧૦ ની વિદ્યાર્થીની બહેન ડુબાણીયા જાનવી મુકુંદભાઈએ નિબંધ રજૂ કરેલ,તો શાળાના શિક્ષક બોરીસાગર હિમાંશુભાઈએ ‘સ્વદેશી અપનાવો દેશ બચાવો’ના વિચારને સુંદર રીતે રજૂ કરેલ તેમજ આપડું કુંડલા પત્રકાર પાંધીસર ડીજીટલ ન્યૂઝમાંથી પાંધીસાહેબ હાજર રહી પોતાના વિચારો રજૂ કરેલ. તેમ જ સાવરકુંડલાના અગ્રણીઓની વિશેષ હાજરી રહેલ,અંતમાં શાળાના આચાર્યા ઉષાબેન બી.તેરૈયાએ સ્વદેશી વસ્તુઓની વિશાળ સૂચિ વિદ્યાર્થીનીઓને જણાવેલ તેમજ અર્થતંત્રના નિયમો અને ભારતીય અર્થતંત્ર વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડેલ.અંતમા સ્વદેશી અપનાવો માટે શપથ લેવામાં આવી.આભાર વિધિ શાળાના સુપરવાઇઝર નીતાબેન દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમનુ સંચાલન નિલેશભાઈ ગૌસ્વામી અને વિજયભાઈ કનેરિયા દ્વારા કરવામાં આવેલ.
સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી એસ.વી.દોશી ગર્લ્સ સ્કૂલ અને શ્રી એ.કે. ઘેલાણી હાયર સેકન્ડરી સ્કૂલમાં “આત્મનિર્ભર ભારત”અંતર્ગત નિબંધ, વકૃત્વ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન


















Recent Comments