અમરેલી

મોડે મોડે પણ દામનગર પાલિકા ના ઉપ પ્રમુખ ના પતિ દબંગ નેતા ને પાર્ટી માંથી છ વર્ષ માટે પાણીશું પકડાવ્યું

દામનગર બહુચર્ચિત મારામારી કાંડ માં સંડોવાયેલ દામનગર નગરપાલિકા ના ઉપપ્રમુખ ના પતિ અતુલ દલોલીયા ને અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટી એ છ વર્ષ માટે પાણીચુ પકડાવ્યું સતા ના મદ માં ભાન ભૂલી જાહેર માં ડોન બનવા નીકળેલ દબંગ નેતા ને સત્તાવાર રીતે સસ્પેન્ડ કર્યા નો લેટર સોશ્યલ મીડિયા માં ફરી રહ્યો છે મોડે મોડે પણ શિસ્તબદ્ધ પાર્ટી એ પગલાં લીધા ખરા સમગ્ર શહેર ટોક ઓફ ધી ટાઉન બનેલ આ ભયંકર કાંડ માં નજરે હજી પણ થર થર કાપી રહ્યા છે તંત્ર આ દબંગ નેતા નો વરઘોડો કાઢી કોઈ દાદો બનવા પ્રયાસ ન કરે તેવા પગલાં લેશે ખરા ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર એક્શન લેવાશે ખરું આવા અનેક સવાલ વચ્ચે પીડિત પરિવાર ૧૨ દિવસ થી સારવાર હેઠળ છે સારવાર અતિ જટિલ છે ઘણા ઓપરેશનો પછી પણ આ પીડિત વ્યક્તિ ને પુનઃ ફિટનેસ આવશે ખરું દામનગર પોલીસે કડક કાર્યવાહી કરી દાખલો બેસાડી શહેરીજનો ને ભય મુક્તિ નો સુનિશ્ચિત સંદેશ આપવો જોઈ એ બનાવ પછી ફરાર આરોપી ઓ હજી ખુલ્લી હવા માં ફરી રહ્યા છે 

Related Posts