રીલિઝ પહેલાં જ કંગનાએ કબૂલ્યું, ઈમર્જન્સીનું દિગ્દર્શન મોટી ભૂલ
કંગના રણૌતની ફિલ્મ ‘ઈમર્જન્સી’ આગામી દિવસોમાં રીલિઝ થઈ રહી છે. તે પહેલાં જ કંગનાએ કબૂલી લીધું છે કે આ ફિલ્મનું દિગ્દર્શન કરવું એ તેની બહુ મોટી ભૂલ હતી. તેણે એમ પણ સ્વીકાર્યું છે કે ફિલ્મ થિયેટરમાં રીલિઝ કરવાનો પોતાનો આગ્રહ પણ ખોટો હતો. આ ફિલ્મ સીધી ઓટીટી પર જ રીલિઝ કરવા જેવી હતી. કંગનાએ એક સંવાદમાં જણાવ્યું હતું કે તેને લાગતું હતું કે કોંગ્રેસ શાસન હોત તો પોતાને બહુ તકલીફો પડી હોત પરંતુ પોતે હવે ભાજપ જેવી રાષ્ટ્રીય કક્ષાએ શાસન કરતી પાર્ટીમાં છે એટલે કોઈ મુશ્કેલી નહીં પડે. પરંતુ, તેની આ માન્યતા ખોટી પડી છે. તેણે એટલી જ મુશ્કેલીઓમાંથી પસાર થવું પડયું છે. કંગનાના જણાવ્યા અનુસાર મને એમ હતું કે કેન્દ્રમાં કોગ્રેસની સરકાર ન હોવાથી તેની ‘ઇમરજન્સી’ પરની ફિલ્મ માટેના સઘળા રસ્તા સરળ થઇ જશે. પરંતુ તેની સાથે એવું કાંઇ બન્યું નથી અને પોતે બહુ સંઘર્ષ કરવો પડયો છે. કંગનાએ સ્વીકાર્યું છે કે આ ફિલ્મને થિયેટરમાં રિલીઝ કરવાની બદલે સીધી ઓટીટી પર સ્ટ્રીમ કરવી જાેઇતી હતી. જેથી તેની ફિલ્મને સેન્સરશિપની માથાકૂટ ન થાત. ઉલ્લેખનીય છે કે સેન્સરની તકરારના કારણે આ ફિલ્મ ગત જૂનમાં રીલિઝ થઈ શકી ન હતી.
Recent Comments