અમરેલી

પૂર્વ સૈનિક, સ્વ.પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓએ WWW.ESM.GUJARAT.GOV.IN વેબસાઈટ ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું

રાજકોટ, મોરબી, અમરેલી જિલ્લામાં વસવાટ કરતા તમામ પૂર્વ સૈનિકો, સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મ પત્નીઓને જણાવવાનું કે, ગુજરાત સરકાર દ્વારા સૈનિક કલ્યાણ માટે WWW.ESM.GUJARAT.GOV.IN વેબસાઈટ તૈયાર કરવામાં આવી છે.

આ વેબસાઈટ પર તમામ પૂર્વ સૈનિકો અને સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મ પત્નીઓએ રજીસ્ટ્રેશન કરવુ ફરજિયાત છે. કારણ કે, આજથી પહેલા કોઈપણ કામ જેમ કે, પૂર્વ સૈનિક કે સ્વ.પૂર્વ સૈનિકના ધર્મ પત્ની તરીકેનું આઈકાર્ડ, ડિપેન્ડેન્ટનું આઈકાર્ડ, એનઓસી, દીકરી લગ્ન સહાય, આર્તિક સહાય, મરણોત્તર ક્રિયા સહાય વગેરે કરાવવા માટે સૈનિક બોર્ડમાં રૂબરુ જઈને મેન્યુઅલી ફોર્મ ભરીને જમા કરાવાથી થતું હતું, પરંતુ હવેથી આ તમામ કામો ઓનલાઈન થઈ ગયા છે. જો નોંધણી થયેલ હશે તો જ આ કામો ઓનલાઈન કરી શકાશે. રજીસ્ટ્રેશન ઘરેથી કોમ્પ્યુટર કે મોબાઈલ દ્વારા પણ કરી શકાય છે. માર્ગદર્શન માટે ૦૨૮૧-૨૪૭૬૮૨૫ ઉપર કચેરીના કામકાજના સમય દરમિયાન સંપર્ક કરવો તેમ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, રાજકોટની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts