દામનગર શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે અમરેલી જિલ્લા સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – લાઠીની કારોબારી બેઠક સંપન્ન લાઠી પવિત્ર યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ના સાનિધ્યમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – લાઠી તાલુકાની એક મહત્વપૂર્ણ કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠક અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – અમરેલી જિલ્લા અધ્યક્ષ વિજયભાઈ મકવાણા, જિલ્લા સંગઠન મંત્રી કલ્પેશભાઈ, આશિષભાઈ ચૌહાણ તથા નરેશભાઈ ડોડીયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી.
જિલ્લાના હોદ્દેદારોના માર્ગદર્શન હેઠળ સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી લાઠી તાલુકાની નવી ટીમની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જેમાં અલ્પેશભાઈ કાકડીયાની અધ્યક્ષ તરીકે અને મહેશભાઈ ચૌહાણની મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે.લાઠી તાલુકાની નવનિયુક્ત ટીમ
અધ્યક્ષ અલ્પેશભાઈ કાકડીયા મહામંત્રી મહેશભાઈ ચૌહાણ સંગઠન મંત્રી આશિષભાઈ જાની વરિષ્ઠ ઉપાધ્યક્ષ ભાવેશભાઈ કાલિયાણી કોષાધ્યક્ષ રજનીભાઈ બઢિયા ઉપાધ્યક્ષ ઓધવજીભાઈ કથીરીયા, ઉદયસિંહ રાજપૂત, કિશોરભાઈ ગોસાઈ મહિલા પાંખ પારુલબેન જોષી (મહિલાઉપાધ્યક્ષ) રીનાબેન ગોસાઈ (મહિલા મંત્રી) દક્ષાબેન વામજા (સહ મંત્રી) પ્રચાર-પ્રસાર મંત્રી ઘનશ્યામભાઈ સોળીયા.સહ પ્રચાર મંત્રી કિર્તીભાઈ ગોંડલીયા, રીતેષભાઈ વસાણી સંજયભાઈ ડેરવાળિયા સહ મંત્રી આદિત્યભાઈ ત્રિવેદી સહ સંગઠન મંત્રી ચેતનભાઈ સોલંકી આંતરિક ઓડિટર મનિષભાઈ ગોહિલ, મુકેશભાઈ લાઠીયા કારોબારી સભ્ય જયભાઈ વાઘેલા ની નિયુક્તિ કરાય છે ભુરખિયા દાદાના આશીર્વાદ સાથે નવનિયુક્ત તમામ હોદ્દેદારોએ શપથ લીધા હતા કે તેઓ સંગઠનની વિચારધારા મુજબ રાષ્ટ્રહિત, શિક્ષણહિત અને શિક્ષકહિતમાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરશે.આ નિમણૂકને શિક્ષણ જગતના મિત્રો અને અગ્રણીઓએ આવકારીને નવનિયુક્ત ટીમને સોશિયલ મીડિયા અને ટેલિફોનિક માધ્યમથી શુભેચ્છાઓ પાઠવી છે.


















Recent Comments