નાણા મંત્રી ર્નિમલા સીતારમણે સોમવારે કહ્યું હતું કે જાે ય્જી્ કાઉન્સિલ સ્વાસ્થ્ય અને જીવન વીમા પોલિસી પરના ય્જી્ દરમાં ઘટાડો કરવાની ભલામણ કરે છે, તો પોલિસી ધારક માટે વીમાની કિંમતમાં ઘટાડો થવાની અપેક્ષા છે. નાણામંત્રીએ લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ય્જી્ કાઉન્સિલે ૯ સપ્ટેમ્બરના રોજ તેની બેઠકમાં જીવન વીમા અને આરોગ્ય વીમા પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (ય્જી્) સંબંધિત મુદ્દાઓ પર સર્વગ્રાહી રીતે વિચારણા કરવા માટે મંત્રીઓના સમૂહ (ય્ર્સ્)ની રચનાની ભલામણ કરી હતી.
તેમણે કહ્યું, “જીવન અને સ્વાસ્થ્ય વીમા પરના ય્જી્ દરોની સમીક્ષાનો મામલો ય્ર્સ્ સમક્ષ પેન્ડિંગ છે. જાે ય્જી્ કાઉન્સિલ દ્વારા ય્જી્ દરમાં ઘટાડો કરવાની ભલામણ કરવામાં આવે, તો ય્જી્માં ઘટાડાના કારણે પૉલિસી ધારક માટે વીમાની કિંમતમાં ઘટાડો થવાની આશા છે.”મને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું હેલ્થ ઈન્સ્યોરન્સ પર જીએસટી ઘટાડવો એ હેલ્થકેરને વધુ સમાન બનાવવાની દિશામાં એક પગલું હશે. સરકાર કેવી રીતે સુનિશ્ચિત કરશે કે વીમા કંપનીઓ કોઈપણ ય્જી્ કટના લાભો ગ્રાહકો સુધી પહોંચાડે અને પ્રીમિયમ વધારા દ્વારા તેમને જાળવી ન રાખે તે અંગેના પ્રશ્નના જવાબમાં, ર્નિમલા સીતારમણે જણાવ્યું હતું કે પ્રતિસ્પર્ધી કિંમતો વીમાની કિંમતમાં ઘટાડો કરશે.તેમણે જણાવ્યું હતું કે, “જીએસટી દર વીમા પ્રીમિયમની ઉપર લાગુ થાય છે, જાે ય્જી્ દર ઘટાડવામાં આવે છે, તો તેનાથી પોલિસી ધારકને સીધો ફાયદો થવાની અપેક્ષા છે, ખાસ કરીને બહુવિધ વીમા કંપનીઓ સાથેના સ્પર્ધાત્મક બજારમાં આવુ થવાની સંભાવના છે.
Recent Comments