ઈશ્વરિયા ગામે જિલ્લા કક્ષાની યોજાયેલ પશુપાલન શિબિરમાં નિષ્ણાતો દ્વારા પરંપરાગત નહી વ્યવસાયિક દૃષ્ટિકોણથી પશુપાલન કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું.
ગુજરાત સરકારના પશુપાલન વિભાગ અને ભાવનગર જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે પશુપાલન શિબિર યોજાઈ ગઈ.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રૈયાબેન મિયાણીના અધ્યક્ષસ્થાને આ શિબિરમાં ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિના અધ્યક્ષ શ્રી મંગાભાઈ બાબરિયાએ અતિથિ વિશેષ સ્થાને રહી શિબિરની સાર્થકતા તેના અમલ કરવામાં જણાવેલ.
ઈશ્વરિયા ગામે જિલ્લા કક્ષાની યોજાયેલ આ પશુપાલન શિબિરમાં આ પંથકના પશુપાલક તથા ખેડૂત ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. અહીંયા નિષ્ણાતો અને અધિકારીઓ દ્વારા પરંપરાગત નહી વ્યવસાયિક દૃષ્ટિકોણથી પશુપાલન કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું અને સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી.
નાયબ પશુપાલન નિયામક શ્રી કલ્પેશભાઈ બારૈયા તથા શ્રી મહેશભાઈ સેંતા, મદદનીશ પશુપાલન નિયામક શ્રી મૂકેશભાઈ દેત્રોજા અને પશુ ચિકિત્સકો દ્વારા અહીંયા પશુપાલન, બીમારીઓ સામે તકેદારી તેમજ પોષણ સાથે દૂધ ઉત્પાદન સંબંધી સંવાદ તથા પ્રદર્શન વડે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ શિબિરમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી લીલાબેન મકવાણા અને જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રી ભરતસિંહ ગોહિલ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં હતા.
તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી સોનલબેન ચાવડા, સરપંચ શ્રી રમાબેન નાકરાણી અને અગ્રણીઓ જોડાયાં હતાં.
પ્રાથમિક શાળા કુમારિકાઓ દ્વારા સ્વાગત ગાન પ્રસ્તુત કરાયું હતું.


















Recent Comments