fbpx
ગુજરાત

‘સલામત સવારી, એસટી અમારી’ નો ખુલાસો, જી્‌ બસમાં ઘેટાં-બકરાની માફક મુસાફરો ભર્યાનો વિડીયો વાયરલ

આણંદમાં ય્જીઇ્‌ઝ્રની એસટી બસમાં ઘેટાં-બકરાની માફક ખીચોખીચ મુસાફરો ભરાયા, વિડીયો થયો વાયરલ આણંદમાં ‘સલામત સવારી, એસટી અમારી’ આ સૂત્ર વારંવાર સાંભળવા મળતું હોય છે. પરંતુ આણંદથી કઠાણા જતી એસટી બસમાં ૧૦૦થી વધુ મુસાફરો ભર્યાનો વિડીયો વાયરલ થતાં આ સૂત્રની સત્યતા પર સવાલો ઉઠી રહ્યા છે. આ વિડીયોમાં બસમાં ચિક્કાર મુસાફરો ભરેલા જાેવા મળી રહ્યા છે. વિદ્યાર્થીઓ પણ આ બસમાં મુસાફરી કરતા જાેવા મળ્યા છે.

દરવાજા સાથે ટીંગાતા વિદ્યાર્થીઓ અને ડ્રાઈવર કેબીનમાં સીટ પાછળ ઉભા રહી પ્રવાસ કરતા વિદ્યાર્થીઓના દ્રશ્યો જાેઈને લોકો ચોંકી ઉઠ્‌યા છે. આ વિસ્તારના વિદ્યાર્થીઓ લાંબા સમયથી નવો રૂટ શરૂ કરવાની માગણી કરી રહ્યા છે. પરંતુ વારંવાર રજુઆત કરવા છતાં હજુ સુધી કોઈ ર્નિણય લેવાયો નથી. જેના કારણે વિદ્યાર્થીઓને આવી ખીચોખીચ બસમાં જીવના જાેખમે મુસાફરી કરવી પડી રહી છે. આ વિડીયો જાેઈને એ સ્પષ્ટ થાય છે કે એસટી બસમાં સલામતીનો બહુ ઓછો ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં કોઈ અકસ્માત થાય તો તેની જવાબદારી કોણ લેશે? શું એસટી નિગમ સલામતીના નિયમોનું પાલન કરી રહ્યું છે? વિદ્યાર્થીઓની સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે? નવો રૂટ શરૂ કરવામાં શા માટે વિલંબ થઈ રહ્યો છે? આ મામલે એસટી નિગમ અને સ્થાનિક વહીવટદારોએ ધ્યાન આપવું જરૂરી છે. વિદ્યાર્થીઓની સમસ્યાનું ઝડપથી નિરાકરણ લાવવું જાેઈએ. સાથે સાથે એસટી બસોમાં સલામતીના પગલાં લેવા જરૂરી છે.

Follow Me:

Related Posts