ભાવનગર

બજરંગદાસ બાપાની તિથી નિમિત્તે એક્સ્ટ્રા 20 બસોનું આયોજન ‌

તા.૧૭.૦૧.૨૦૨૫ના રોજ બગદાણા ખાતે પરમ પુજય સંત શ્રી બજરંગદાસ બાપાની તિથી નિમિત્તે મહતમ પ્રજાને જાહેર પરિવહન સેવાનો લાભ મળી રહે તે હેતુથી ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભાવનગર વિભાગ દ્વારા તા. ૧૬.૦૧.૨૦૨૫ સાંજ થી તા. ૧૭.૦૧.૨૦૨૫ની સાંજ સુધી ભાવનગર,તળાજા, મહુવા, પાલીતાણા ડેપો દ્વારા એકસ્ટ્રા ૨૦ બસોનું આયોજન કરવામા આવ્યું છે.મુસાફર જનતાને જેનો લાભ લેવા એસ.ટી.વિભાગના વિભાગીય નિયામકશ્રી,ભાવનગર દ્વારા જણાવ્યું છે‌.

Follow Me:

Related Posts