અતિ ભારે વરસાદના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી સામે આવી છે જેમાં ૨૩ થી ૨૬ ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, બનાસકાંઠા અને મહેસાણામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ૨૩ થી ૨૮ ઓગસ્ટ સુધી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કેટલાક ભાગોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે છે.
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, સપ્ટેમ્બર મહિનામાં પણ ભારે વરસાદ પડી શકે છે, ગણેશ ચતુર્થી આસપાસ વરસાદ વરસી શકે છે અને દાંતાના ડુંગર વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, મઘા નક્ષત્રમાં વરસાદ થાય તે ખેડૂત માટે સારો ગણાય, કૃષિ પાકોમાં ઈયળનો ભારે ઉપદ્રવ જાેવા મળ્યો છે, ખેડૂત ભાઈઓને સારો પાક હોવા છતાં પાકને મોટુ નુકસાન જવાની બીક સતાવી રહી છે. બનાસકાંઠા અને મહેસાણાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે.
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, મુંબઈથી સુરત સુધી ભારે પવન રહી શકે છે, દક્ષિણ સૌરાષ્ટ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શકયતા રહેલી છે, આ વરસાદ કોઈક કોઈક ભાગોમાં તબાહી સૂચક બની શકે છે, તો બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે, આજ સાંજ સુધીમાં મઘ્ય ગુજરાત અને અમદાવાદ,ગાંધીનગરમાં વરસાદ આવી શકે છે. ૩૦ ઓગસ્ટ સુધીમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે.
નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થઈ શકે છે, રાજ્યમાં ૧૪ સપ્ટેમ્બર સુધી વરસાદી ઝાપટા પડશે, સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાત વરસાદની આગાહી કરાઈ છે. સાબરકાંઠાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ પણ ભાગમાં ૪ ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે, સાબરમતી નદીમાં પાણીનો આવરો આવે અને નર્મદા ડેમની પાણીની આવક વધી શકે છે, નર્મદા બે કાંઠે વહી શકે છે, તાપી નદીમાં પાણીનો પ્રવાહ વધી શકે છે.
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, ૨૩ થી ૨૫ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ થશે અને ૨૩ ઓગસ્ટથી પર્વતાકાર વરસાદ પડશે, જ્યાં ચઢે ત્યાં વરસાદ પડે તેવી સ્થિતિ સર્જાશે, ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન વરસાદી માહોલ રહેશે અને ૨૭ થી ૩૦ ઓગસ્ટ વરસાદ રહેશે, ૩ સપ્ટેમ્બર થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન વિવિધ વિસ્તારમાં વરસાદ પડશે અને સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન લોકો મેળાની મજા માણી શકશે, જન્માષ્ટમી દરમિયાન વરસાદ સામાન્ય રહેશે. સૌરાષ્ટ્ર માં જન્માષ્ટમી દરમિયાન વરસાદી ઝાપટા પડી શકે છે.
૨૪ થી ૨૬ ઓગસ્ટ સુધી ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અતિ ભારે વરસાદના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે.


















Recent Comments