મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકાર શરૂ થવા જઈ રહી છે.. કાર્ડમાં દેવેન્દ્ર ફડણવીસનું નામના કારણે સૌનું ધ્યાન ખેચાયું
મહારાષ્ટ્રને આજે નવા મુખ્યમંત્રી મળવા જઈ રહ્યા છે. મહાયુતિ સરકાર ૨.૦નો શપથ સમારોહ આજે મુંબઈના આઝાદ મેદાનમાં સાંજે ૫.૩૦ કલાકે યોજાવા જઈ રહ્યો છે. દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. આ બધાની વચ્ચે એક ખાસ વાતની ચર્ચા થઈ રહી છે અને તે છે મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહ માટે મોકલવામાં આવેલ આમંત્રણ કાર્ડ. આ કાર્ડે બધાને ચોંકાવી દીધા અને બધાને થોડા ભાવુક કરી દીધા. આ વખતે મહારાષ્ટ્રમાં ભાજપની જંગી જીતમાં મહિલાઓનો ફાળો છે,
જેની ઝલક દેવેન્દ્ર ફડણવીસના શપથ સમારોહના આમંત્રણ પત્રમાં પણ જાેવા મળી હતી. ત્રીજી વખત સીએમ તરીકે શપથ લેતા પહેલા ફડણવીસે તેમની માતા સરિતાને એક ખાસ ભેટ આપી છે. તેમણે સીએમના શપથ ગ્રહણ માટેના આમંત્રણમાં પોતાના નામની પાછળ પોતાની માતાનું નામ ઉમેર્યું છે. શપથ ગ્રહણ સમારોહના આમંત્રણ કાર્ડમાં તેમને દેવેન્દ્ર સરિતા ગંગાધરરાવ ફડણવીસ તરીકે સંબોધવામાં આવ્યા છે. અગાઉ બે વખત તેમણે આમંત્રણ કાર્ડમાં પિતા ગંગાધરરાવ ફડણવીસનું જ નામ ઉમેર્યું હતું, પરંતુ આ વખતે ફડણવીસે પોતાની જીતની ભેટ તેમની માતાને આપી છે. દેવેન્દ્ર ફડણવીસની માતા સરિતા ફડણવીસ ઘણીવાર લાઈમલાઈટથી દૂર રહે છે. રાજ્યની ચૂંટણીમાં ભાજપની જીત બાદ તેમણે પુત્રની સિદ્ધિઓ પર ગર્વ વ્યક્ત કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે, પાર્ટીમાં દરેક ઈચ્છે છે કે તેઓ ફરીથી મુખ્યમંત્રી બને. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ તે પોતાનો પુત્ર માને છે. સાથે જ તમને જણાવી દઈએ કે આ વખતે ૨૦૧૯માં રાજભવનમાં શપથ લેનાર દેવેન્દ્ર ફડણવીસનો રાજ્યાભિષેક ભવ્ય થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્ર સરકારના અનેક મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ સહિત કુલ ૭૦ ફફૈંઁ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. આ ઉપરાંત ૪૦૦થી વધુ સંતોને પણ આમંત્રણ મોકલવામાં આવ્યા છે. શપથ ગ્રહણ સમારોહમાં ૪૦ હજાર લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. શપથ સમારોહમાં આવનાર આગેવાનો અને સંતોની બેઠક માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. શપથ ગ્રહણ સમારોહ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સમગ્ર આઝાદ મેદાનને કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે. ગ્રાઉન્ડની સુરક્ષા માટે ૪ હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે, જેમાં ૩,૫૦૦ પોલીસકર્મીઓ, ૫૨૦ અધિકારીઓ, રાજ્ય રિઝર્વ પોલીસ ફોર્સની એક પ્લાટૂન, ક્વિક રિસ્પોન્સ ટીમ, રાયોટ કંટ્રોલ ટીમ, ડેલ્ટા, કોમ્બેટ ટીમ અને બોમ્બ સ્કવોડ પણ તૈનાત છ
Recent Comments