વડીયા તાલુકાની વ્યાજબી ભાવની દુકાનોને મર્જ કરવામાં આવી

વડીયા તાલુકાની વ્યાજબી ભાવની દુકાનોને અન્ય દુકાનો સાથે મર્જ કરવામાં આવી છે.હવે પછીથી જે સ્થળેથી અનાજનો મેળવવાનો રહેશે તે સ્થળની વિગત તથા વ્યાજબી ભાવના દુકાનદારનું નામ ક્રમવાર આ મુજબ હોય વડીયાના નાગરિકોને તે વિગતોને ધ્યાને લેવા વડીયા તાલુકા મામલતદારશ્રીએ અનુરોધ કર્યો છે.(૦૧) ખડખડ વ્યાજબી ભાવની દુકાનને ખાખરીયા (શ્રી અનિરૂદ્ધભાઈ જી. બસીયા મુ.ખાખરીયા, તા. વડીયા) વ્યાજબી ભાવની દુકાન સાથે મર્જ કરવામાં આવી છે. (૦૨) મોટી કુંકાવાવ-૩ વ્યાજબી ભાવની દુકાનને મોટી કુંકાવાવ-૧ વ્યાજબી ભાવની દુકાન સાથે મર્જ કરવામાં આવી છે. શ્રી સુવર્ણકાર એસોસિએશન, શ્રી વિનોદભાઈ સોનીની માલિકીની દુકાનમાં, મેઈન બજાર, મુ.મોટી કુંકાવાવ, તા. વડીયા ખાતેથી જથ્થો મેળવવો. (૦૩) નાના ખીજડીયા વ્યાજબી ભાવની દુકાનને મોરવાડા (શ્રી પંકજકુમાર નાનજીભાઈ મકવાણા, મુ. મોરવાડા, તા. વડીયા) વ્યાજબી ભાવની દુકાન સાથે મર્જ કરવામાં આવી છે. (૦૪) જીથુડી વ્યાજબી ભાવની દુકાનને લુણીધાર (શ્રી રામજીભાઈ કેશવભાઈ ભેંસાણીયા બસ સ્ટેન્ડ પાસે, મુ.લુણીધાર, તા.વડીયા) વ્યાજબી ભાવની દુકાન સાથે મર્જ કરવામાં આવી છે.
(૦૫) સનાળા વ્યાજબી ભાવની દુકાનને ભાયાવદર (શ્રી રાજેન્દ્રકુમાર મહેન્દ્રભાઈ વાળા, બસ સ્ટેન્ડ પાસે, મુ.ભાયાવદર, તા.વડીયા) વ્યાજબી ભાવની દુકાન સાથે મર્જ કરવામાં આવી છે. (૦૬) લાખાપાદર વ્યાજબી ભાવની દુકાનને ઈશ્વરિયા (શ્રી શિવરાજભાઈ ઓઢાભાઈ વાળા, મુ.ઇશ્વરીયા, તા.વડીયા) વ્યાજબી ભાવની દુકાન સાથે મર્જ કરવામાં આવી છે. (૦૭) વડીયા-૨ વ્યાજબી ભાવની દુકાનને વડીયા-૪ (શ્રી અરવિંદભાઈ દલસુખભાઈ અજાબીયા, ધુંધલીનાથ મણી મંદિરની ભાડે રાખેલ દુકાન, મોંઘીબા કન્યા શાળાની પાછળની શેરીમાં, કૃષ્ણપરા મુ.વડીયા, તા.વડીયા) વ્યાજબી ભાવની દુકાન સાથે મર્જ કરવામાં આવી છે. (૦૮) વડીયા-૫ વ્યાજબી ભાવની દુકાનને વડીયા-૧ (શ્રી વિનેદભાઈ દેવાયતભાઈ ગાગીયા, ગુલઝાર હોટેલ પાસે, સુરગપાર મુ. વડીયા, તા. વડીયા) વ્યાજબી ભાવની દુકાન સાથે મર્જ કરવામાં આવી છે. (૦૯) મોટી કુંકાવાવ-૨ વ્યાજબી ભાવની દુકાનને મોટી કુંકાવાવ-૪ (શ્રી શિવકૃપા સહકારી ગ્રાહક ભંડાર લી., પાંજરાપોળ શેરી, મુ.મોટી કુંકાવાવ, તા.વડીયા) વ્યાજબી ભાવની દુકાન સાથે મર્જ કરવામાં આવી છે. (૧૦) તોરી-૧ વ્યાજબી ભાવની દુકાનને તોરી-૨ (શ્રી ચંદ્રસિંહ જગુભાઈ બસીયા, મુ.તોરી, તા.વડીયા) વ્યાજબી ભાવની દુકાન સાથે મર્જ કરવામાં આવી છે. અનાજનો જથ્થો મેળવતાં નાગરિકોને અનાજનો જથ્થો મેળવવા આ અદ્યતન વિગતોને ધ્યાને લેવા વડીયા તાલુકા મામલતદારશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
Recent Comments